તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
અમરેલીના લીલીયાના મફત પ્લોટ અને સાંઇનાથ પ્લોટ વિસ્તારમાં શ્વાનોનો આંતક :6 વ્યક્તિઓને શ્વાન કરડ્યા
એક બાળક સહિત 6 વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા: 2 વાછરડી, 5 ગાયો, 1 પાડી સહિત 8 પશુઓને શ્વાને કરડી લીધા

ગુજરાતના અનેક જિલ્લામાં શ્વાનનો આંતક સામે આવી રહ્યો છે. કૂતરાઓના કરડવાના કેસ સતત વધી રહ્યો છે. કૂતરા કરડવાના કારણે હડકવાના કેસ પણ સામે આવી રહ્યા છે. હવે આ કૂતરાઓનો આંતક અમરેલીમાં પહોંચ્યો છે
અમરેલી જિલ્લામાં શ્વાનોનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે. લીલીયાના મફત પ્લોટ અને સાંઇનાથ પ્લોટ વિસ્તારમાં શ્વાનોનો આંતક જોવા મળી રહ્યો છે. મોટા લીલીયા ગામે 6 વ્યક્તિઓને શ્વાન કરડ્યા હોવાનું સામે આવ્યું છે. એક બાળક સહિત 6 વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. 2 વાછરડી, 5 ગાયો, 1 પાડી સહિત 8 પશુઓને શ્વાને કરડી લીધા હોવાની પણ વિગતો મળી રહી છે. શ્વાન કરડી લેતા ઈજાગ્રસ્તોએ લીલીયા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
