તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
CISF દ્વારા આયોજિત ‘વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન' રેલીનું જોડિયા હુન્નરશાળા ખાતે અદેકરૂ સ્વાગત કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ તા.૩,સાયકલોથોનના માધ્યમથી CISF ૬૫ યુવાઓ કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની ૩૫૦૦ કિ.મી.ની યાત્રા થકી તટીય સુરક્ષાનો સંદેશ ફેલાવી રહ્યા છે, જેનું આગમન જોડિયા ખાતે થતા સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસસ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા ખાતે ભવ્ય સ્વાગત, જમણવાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થિનીઓએ દેશભક્તિના ગીતોના સાંસ્કળતિક કાર્યક્રમ દ્વારા દેશના જવાનોની સેવાને બિરદાવી હતી.
દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના ઉમદા હેતુ સાથે નીકળેલી ‘વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન રેલી' જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચતા શેઠ કાકુભાઈ જીવણદાસસ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા ખાતે તેનું કુમકુમ અક્ષત વડે અને ત્યારબાદ બેન્ડ અને ફુલોના અભિષેકથી વિદ્યાર્થિની બાળાઓએ હર્ષભેર ભવ્ય સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ, આ વીર જવાનો અને બાળાઓએ હુન્નરશાળામાં કાઠિયાવાડી ભોજન લીધુ હતું.
પટેલ સમાજ ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ દ્વારા ચાર કળતિઓ અને CISF ના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિની લહેર ફરી વળી હતી.
હુન્નર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ગીતો ઉપરના સાંસ્કળતિક કાર્યક્રમ અને સહકાર માટે સી.આઈ.એસ.એફ. ના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તી અને પ્રાંત અધિકારી સ્વપિ્નલ સિસલે દ્વારા સંસ્થાના ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયાનું તેમજ સંસ્થાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશીનું અને ટીમનું સન્માન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીનીઓના સાંસ્કળતિક કાર્યક્રમ નિહાળી અન્ય રાજ્યમાંથી આવેલ આ શૂરવીર નવ જવાનોએ ખુશ થઈ વિદ્યાર્થીની બહેનોને શુભેચ્છાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપિ્નલ સિસલે, મામલતદાર મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, શેઠ કાકુભાઈ જીવણદાસસ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાના ટ્રસ્ટીઓ પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ અને અશોકભાઈ વર્મા સહિતના અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
સેવાને વરેલી આ સંસ્થાની શાળા અને હોસ્ટેલમાં અભ્યાસની સાથે અનેક સહ-અભ્યાસક પ્રવળત્તિઓ પણ વિદ્યાર્થીઓ કરે છે. શ્રીમતી યુપીવી કન્યાવિદ્યાલય સ્કાઉટ ગાઈડ, એન. એસ. એસ., એસ. પી. સી., ઇકો કલબ વગેરે જેવી અનેક ઈતર પ્રવળત્તિઓમાં અગ્રેસર હોય છે. ામાં આવે છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
