<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

મોડીફાઇ સાઇલેન્‍સર વાળી બુલેટ મોટર સાયકલો પુરઝડપે ચલાવી નીકળનાર ઇસમો વિરૂધ્‍ધ કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ

 

વેરાવળ : જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા પ્રતિબંધીત મોડીફાઇ સાઇલેશન્‍સર ઉપયોગ કરી પુરઝડપે વાહન ચલાવતા ઇસમો કે જેઓ સ્‍ટન્‍ટ કરી જાહેર રાહદારી તથા પોતાના જીવનને જોખમમા મુકી બેફામ વાહનો હંકારતા હોય તેવા ઇસમો વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. વેરાવળ સીટી પોલીસ સ્‍ટેશનના પી.આઈ જે.એન.ગઢવી દ્વારા તથા સ્‍ટાફ વેરાવળ સીટીમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન ચોપાટી ખાતેથી બુલેટોમાં મોડીફાઈ સાઈલેન્‍સર નો ઉપયોગ કરી પુરઝડપે વાહન ચલાવતા ઇસમો જે બુલેટ માં ફટાકડા ફોડતા હોય તેવા ઇસમોના બુલેટના સાઇલેન્‍સર કાઢી નાખવામાં આવ્‍યા અને એમ.વી.એકટ કલમ-૨૦૭ મુજબ-૪ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.

(12:24 PM IST)