News of Tuesday, 3rd February 2026
બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે આધુનિક IoT માટે Arduino કોડિંગ પર ૩૦ કલાકનો પ્રાયોગિક તાલીમ વર્કશોપ સંપ્પન

જુનાગઢ : વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના Innovation ને મળતા વિશેષ પ્રાધાન્ય અને “Make in India” તથા “Startup India” જેવી પહેલોને અનુરૂપ, બહાઉદ્દીન સાયન્સ કોલેજ, જુનાગઢ ખાતે Innovation Club અને Knowledge Consortium of Gujarat (KCG) ના સંલગ્ન બેનર હેઠળ “30-hour Practical Training Workshop on Coding Using Arduino (IDE)” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય હેન્ડ્સ-ઓન પ્રાયોગિક તાલીમ વર્કશોપમાં કુલ ૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન નિષ્ણાંત ભગીરથ ભટ્ટ તથા ડૉ. રશ્મીન તન્ના, વ્યાખ્યાતા, એ. વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટીટયુટ, રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓને Arduino ના મૂળભૂત સિદ્ધાંતો, કોડિંગના આધારભૂત ખ્યાલો તેમજ વિવિધ સેન્સર જેમ કે Ultrasonic Sensor, IR Sensor, Moisture Sensor વગેરે વિશે વિસ્તળત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત Arduino અને સેન્સર આધારિત Automation Projects દ્વારા પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું. વર્કશોપના અંતિમ દિવસે વિદ્યાર્થીઓની ટીમો દ્વારા Arduino આધારિત પ્રોજેક્ટ્સ પર હરીફાઈ યોજાઈ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના માનનીય પ્રિન્સિપાલ ડૉ. આર. પી. ભટ્ટ ના પ્રોત્સાહન તેમજ SSIP Coordinator ડૉ. પી. એસ. વાછાણી અનõ Innovation club Coordinator ડૉ. હાર્દિકા ગોસ્વામી , ડૉ એમ.એમ જાની, પ્રો .એ.જી મકવાણા અને ફિઝિક્સ સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક સંપન્ન થયું.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
