<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

વિરપુર પાસે બોલેરો પુલ નીચે ખાબકી

અજાણ્‍યા વાહને ટક્કર મારતા બોલેરો પુલની રેલીંગ તોડી નીચે ખાબકીઃ રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાચી ઠરી, ડ્રાઇવરને સામાન્‍ય ઇજા

તસ્‍વીરમાં પુલ નીચે ખાબકેલ બોલેરો નજરે પડે છે. (તસ્‍વીરઃ કિશન મોરબીયા-વિરપુર)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર, તા., ૩ : રાજકોટ-પોરબંદર હાઇવે ઉપર વિરપુર પાસે અજાણ્‍યા વાહને બોલેરોને ટકકર મારતા બોલેરો પુલની રેલીંગ તોડી નીચે ખાબકી હતી. સદભાગ્‍યે આ ગંભીર અકસ્‍માતમાં ડ્રાઇવરને સામાન્‍ય ઇજા થઇ હતી.

મળતી વિગતો મુજબ પોરબંદરવીરપુર રાજકોટ નેશનલ હાઇવે ઉપર વીરપુર પાસે બોલેરો ચાલક પોરબંદર થી રાજકોટ જતા સમયે વીરપુર પાસે અકસ્‍માત સર્જાયો, અજાણ્‍યા વાહન ચાલકે બોલેરો પિકઅપ ને ટક્કર મારતા બોલેરો પુલની રેલિંગ તોડી નીચે ખાબકયો હતો અને રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાચી સાર્થક થઈ હોય તેમ ડ્રાઇવર ને સામાન્‍ય ઇજા થઇ હતી.

બોલેરો પીકઅપ ગાડી ૪૦ થી ૫૦ ફૂટના પુલ ઉપરથી નીચે ખાબકી હતી અને બોલેરોનો કચ્‍ચરઘાણ થઇ ગયો હતો. અજાણ્‍યા વાહન ચાલક બોલરોને ટક્કર મારી નાશી છૂટતા વીરપુર પોલીસ તપાસ હાથ ધરી છે.

(12:07 PM IST)