તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
કાલથી ફતેપુરમાં પૂ. ભોજલરામ બાપાના મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ભુપેન્દ્રભાઇ પટેલ, પૂ. મોરારીબાપુ સહિતનાની અધ્યક્ષતામાં ત્રિદિવસીય ધર્મોત્સવ મંદીરના નિર્માણના મુખ્ય દાતા ગૌભકત સ્વ. વાલજીભાઇ દેવશીભાઇ પરસાણા પરીવાર : જલારામ સેવા શ્રમ ટ્રસ્ટ-જામનગર દ્વારા વિશ્વનો સૌથી મોટો ૧૦ ફુટનો રોટલો સ્થળ પર બનાવી પૂ. ભોજલરામ બાપાને અર્પણ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશેઃ ત્રિદિવસીય કાર્યક્રમમાં વિશ્વ વંદનીય સંતો-મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશેઃ કાર્યક્રમમાં દેશવિદેશમાં ખ્યાતી પ્રાપ્ત કલાકારો દ્વારા ભજન-સંતવાણીની રમઝટ બોલાવાશે : ત્રિદિવસીય કાર્યક્રમના ભોજન-પ્રસાદના મનોરથી પ.પુ. જલારામ બાપાની જગ્યા(વિરપુર) રહેશેઃ દર્દીનારાયણના લાભાર્થે રકતદાન કેમ્પઃ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ

રાજકોટ, તા., ૩: શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ-ફતેપુર દ્વારા સદગુરૂ શ્રી રામેતવન મહારાજ અને ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કળપાથીં ભોજલધામ મું. ફતેપુર, તા.જી. અમરેલી ખાતે તા.૦૪ ને બુધવાર તા. ૦૬ ને શુક્રવારના રોજ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ભોજલરામબાપાના ભવ્ય મંદિરની ઙ્કાણ ઙ્કતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વિશ્વ વંદનીય સંતશ્રી પ.પૂ. મોરારીબાપુ ઉપસ્થિત રહેશે.
મંદિર નિર્માણકાર્યના મુખ્ય દાતા સ્વ.વાલજીભાઈ દેવશીભાઈ પરસાણા (રૂા.૫,૫૧,૦૦,૦૦૦)નો અમુલ્ય સહકાર આપેલ છે જેમને શ્રધ્ધાજલી આપી ભવ્ય સન્માન કરવામાં આવશે.
પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશિર્વાદથી ચાલી રહેલી યજ્ઞસેના ધ વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા દિવ્ય ભોજલધામ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે.
અત્રે ઉલેખનીય છે કે, ભોજલધામની ભૂમીનું મહત્વ ભોજલધામ એટલે જયાં પૂ. ભોજલરામ બાપાએ તપસાધના કરી હતી તે પવિત્ર ભૂમિ. ભોજલધામ એટલે આ એ ભુમી છે, જયાં સ્વયંમ દ્વારકાધિશ પ્રગટ થઇ સદગુરુદેવ પૂ. ભોજલરામબાપાને બન્ને ભુજાઓ પર શંખ, ચક્ર, ગદા અને પદમની છાપુ આપી હતી. ભોજલધામ એટલે પૂ જલારામ બાપા,પૂ. વાલામરામ બાપા જેવા મહાન સંતોનું ગુરુસ્થાન. ભોજલધામ એટલે પૂ. જલારામબાપા તથા પૂ. વાલામરામ બાપાએ તેમના જીવનનો ઘણો સમય ભકિત- સાધના અને ગુરુ સેવામાં વિતાવ્યો હતો. ભોજલધામ એટલે જે ભૂમી પર સદગુરુદેવ પૂ. ભોજલરામ બાપા અને પૂ. જલારામબાપાએ જાત મહેનત થી ફતેપુર ગામમાં પ્રથમ આશ્રમનો ઓરડો ચણેલ તે અતિ પવિત્ર ભૂમી, ભોજલધામ એટલે ફતેપુરમાં ધરમની ધજા ફરકાવતી સદગુરુદેવ પૂ. ભોજાભકતની જગ્યા છે જયા ૨૦૦ વર્ષથી પૂ. ભોજલરામબાપા ના સ્મળતિ ચિન્હો ઢોલિયો, પાઘડી, માળા તથા કંકુપગલા પૂજાય છે. તેમની માનતાઓ થાય છે
ભોજલધામ મંદિર ૧,૦૦,૦૦૦ ઘનફુટ ગુલાબી પથ્થર અને શ્વેત આરસના સંયોજનથી બન્યું ભવ્ય મંદિર, બે માળના આ ભવ્ય મંદિરની લંબાઈ ૯૫ ફુટ તથા પહોળાઈ ૮૫ ફુટ છે. ત્રણ શિખર, ચાર રંગમંડપ, બાર સામરણ મંદિરને સુશોભિત કરશે. કુલ ૧૨૨ થાંભલા તથા ૪૧ મુખ્ય થાંભલામાં ૨૮૪ મૂર્તિઓનુ થયુ છે કંડાર કામ, જેમા ભગવાન વિષ્ણુના અવતાર તથા ગુજરાતના સંતો તેમજ દેવી દેવતાઓની મૂર્તિઓનો સમાવેશ થાય છે. મંદિરની ચારે તરફ આઠ દિશાના દેવની મૂર્તિઓ, મુખ્ય રંગમંડપમાં અષ્ટ સરસ્વતી તથા અષ્ટ લક્ષ્મીજીની મૂર્તિઓનુ થયુ છે કડારકામ. ૮૦ ફુટ લંબાઈ તથા પહોળાઈ ૮૫ ફુટના મંદિરમાં બનશે ભવ્ય મ્યૂઝિયમ, ભોજલધામના ભાવિ આયોજનની વાત કરીએ તો મંદિર ઉપર ધાતુનું ભવ્ય અને દિવ્ય શ્રીયંત્ર બનાવાશે તથા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રનો વર્લ્ડ રેકોર્ડ સ્થપાશે. આ શ્રીયંત્રના દાતા બનનારનું મંદિર નિર્માણની તકતીમાં નામ આપવામાં આવશે આ અવસર જીવનમાં બીજીવાર નહીં મળે. ભોજલધામના ભાવિ આયોજનમાં સુંદર અતીથીગળહનું સને-૨૦૨૭ માં ભવ્ય આયોજન કરવામાં આવશે રૂમના દાતા બનવા માટે શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ સંપર્ક કરવા જણાવાયું છે.
ભોજલઘામના દર્શનીય સ્થાનક પૂ.બાપાના સ્મળતિ ચિહનો - સદગુરુદેવ પૂ. ભોજલરામબાપાનાં સ્મળતિ ચિહનો ઢોલિયો, પાઘડી, માળા, કંકુપગલા પૂજાય છે. જેની માનતાઓ થાય છે. આજ મંદિરમાં ભોજલરામબાપાની પંચ ધાતુથી બનેલ ૨૧૦૦ કિલોની ભવ્ય મૂર્તિ તથા પૂ જલારામબાપા તથા પૂ વાલમરામબાપાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. વિષ્ણુભગવાન, લક્ષ્મીજી -વિષ્ણુ ભગવાન તથા લક્ષ્મીજીની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામજી મંદિર - પૂ. ભોજા ભગતના મંદિરમાં આવેલ રામજી મંદિર, ભગવાન રામની મૂર્તિનો કલર શ્યામ છે જે શ્યામ મૂર્તિના દર્શન દુર્લભ છે. શ્યામ મૂર્તિના દર્શન કલ્યાણકારી મનાય છે. સ્વયંભૂ હનુમાનજી -સ્વયંભૂ પ્રગટેલ હનુમાનજીની ભવ્ય અને ચમત્કારી મૂર્તિ છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ સ્થળે આવી વૈજયંતિ માળા ધારણ કરેલી, માનવ કદની મૂર્તિના દર્શન દુર્લભ છે. (આ દિવ્ય મૂર્તિની સ્થાપના પૂ.ભોજલરામબાપાએ સ્વહસ્તે કરેલ), ભોજા ભગતની ઘંટી- ભોજલરામબાપા જે ઘંટીથી લોટ દળી ભુખ્યાને રોટલો આપતા. આજે આ ઘંટી બાપાના મંદિરમાં છે. જે બાપાના ધામમાં ૨૦૦ વર્ષથી ચાલતા અન્નક્ષેત્રની યાદ અપાવે છે.
દ્વારકાધીશ - દ્વારકામાં બિરાજીત ભગવાન દ્વારકાધીશની મૂર્તિની પ્રતિરૂપ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. સ્વયંભૂ શિવલિંગ- પૂજ્ય ભોજલરામ બાપાની જગ્યામાં આવેલ પ્રસાદીના લીમડાના વળક્ષ નીચેથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટેલ જે મંદિરમાં શિવ પંચાયત સાથે શોભાયમાન છે. (આ દિવ્ય શિવલિંગની સ્થાપના પૂભોજલરામબાપાએ સ્વહસ્તે કરેલ), શ્રી કળષ્ણ - ગાલોળિયા નદીમાં થાળીમાં વહેતી મૂકેલી શ્રી કળષ્ણની મૂર્તિ સામે પાણીએ તરીને આવી પછી તેને મંદિરમાં પધરાવી, ભોજા ભગત આ મૂર્તિની સેવા પૂજા કરતાં. આજે ફતેપુરમાં ભોજા ભગતની જગ્યામાં આ મૂર્તિની પૂજા થાય છે. ગણેશજી-સિદ્ધિવિનાયક ગણેશજીની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ભોજા ભગતનો વીરડો - યાત્રાધામ ભોજલધામના પાદરે નીકળતી ઠેબી નદીમાં જયાં ભોજા ભગત નિત્ય નહાવા જતાં ત્યારે એમ કહેવાય છે કે ગંગાજી પ્રગટ થતા ત્યાં આજે ભોજા ભગતનો વીરડો છે. તેમાં પાણી કયારેય સૂકાતું નથી. ૧૯૮૬ ના દુષ્કાળમાં પણ ત્યાં મીઠુ પાણી હતું જાણે કે ગંગાજી પ્રગટ થયા. જેટલું પાણી ઉલેચે તેટલું કરી આવી જાય.
ત્રિદિવસીય કાર્યક્રમ કાર્યક્રમમાં વિશ્વ વંદનીય સંતો પ.પૂ. શ્રી વલકુબાપુ (મહંતશ્રી દાનબાપુની જગ્યા- ચલાલા), પ.પૂ. શ્રી અમરગીરીબાપુ(ગરાળ), પ.પૂ. શ્રી ગોરધનબાપા (ઉગમ ફોજ-બાંદરા), પ.પૂ શ્રી કરશનદાસ બાપુ (ભહતશ્રી પરબધામ), પ.પૂ. શ્રી શેરનાથબાપુ (મહંતશ્રી ગોરક્ષ આશ્રમ-જુનાગઢ), પ.પૂ. શ્રી રઘુરામબાપા (મહંતશ્રી જલારામબાપાની જગ્યા-વીરપુર), ૫.પૂ. શ્રી જયંતિબાપા (ઉગમ ફોજ-ભેડાપીપળીયા), પ.પૂ શ્રી જેરામબાપુ (તુલસી આશ્રમ-બાદલપુર), પ.પૂ. શ્રી કળષ્ણમણિજી મહારાજ (શ્રી પનવતનપુરી ધામ -જામનગર), પ.પૂ શ્રી વિજયબાપુ( મહંતશ્રી આપાગીગાધામ- સતાધાર), પ.પૂ શ્રી કેતનબાપુ (મહંતશ્રી વાલમરામધામ-ગારીયાધાર), પ.પૂ શ્રી ગંગાદાસબાપુ (મહંતશ્રી રામકુંડ-ભરૂચ), પ.પૂ. શ્રી રાધાકળષ્ણ શાષાી(સુપ્રસિધ્ધ કથાકારશ્રી - રામપર), પ.પૂ શ્રી દુર્ગાદાસબાપુ (મહંતશ્રી લાલજી મહારાજની જગ્યા), પ.પૂ. શ્રી જેરામબાપુ (મહંતશ્રી આપાગીગા ગાદી મંદિર-બગસરા), પ.પૂ શ્રી બાબુરામબાપુ (મહંતશ્રી ધના ભકતની જગ્યા-ધોળા), પ.પૂ શ્રી હીમતબાપા (ઉગમ ફોજ-સુરત), ૫.પૂ. શ્રી ઉમાબા (રામાપીર આશ્રમ-સુરત), પ.પૂ. શ્રી મુળદાસબાપુ (મહંતશ્રી રામમઢી-સુરત), પ.પૂ શ્રી લવજીબાપુ(ખોડીયાર મંદિર-નેસડી), પ.પૂ. શ્રી હરીબાપુ (કોઠારીશ્રી આપાગીગા ગાદી મંદિર-બગસરા), પ.પૂ શ્રી શંકર મહારાજ (સુપ્રસિધ્ધ કથાકારશ્રી - રાજકોટ), પ.પૂ. શ્રી રઘુવીરદાસ(રામજી મંદિર-જુનાગઢ), પ.પૂ. શ્રી ભક્તિરામબાપુ (માનવ મંદિર-સાવરકુંડલા), પ.પૂ. શ્રી ગુણવંતબાપુ (મહંતશ્રી રામદેવપીરની જગ્યા-ધાર), ૫.પૂ. નરેશદાદા ત્રિવેદી(સુપ્રસિધ્ધ કથાકારશ્રી -સુરત), પ.પૂ. શ્રી ચંદ્રેશભાઈ કે.જોશી (સુઙ્કસિધ્ધ કથાકારશ્રી - લીલીયાવાળા), પ.પૂ શ્રી બાલકદાસબાપુ (રામાપીર આશ્રમ-પાડરસીંગા) ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે અને આર્શીવચન પાઠવશે.
ત્રિદિવસીય મહોત્સવ મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્યો, જીલ્લા તથા તાલુકા કક્ષાના પ્રમુખો, સહકારી અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો, સમાજશ્રેષ્ઠીઓ, દાતાઓ, સમાજના વરીષ્ઠ અગ્રણીઓ તથા અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.
ત્રિદિવસીય મહોત્સવ અને મંદિરના નિર્માણના મુખ્ય દાતા અને ઉદઘાટકશ્રીઓ ગૌભકત સ્વ.વાલજીભાઇ દેવશીભાઇ પરસાણા પરીવાર, મુકેશભાઈ એન. સાવલીયા(ફતેપુર વાળા -સુરત), ગીરીશભાઈ પટેલ (અમેરિકા), વ્રજલાલ સાવલીયા (ફતેપુરવાળા-સુરત), મહેશભાઈ સાવલિયા(આલ્ફા ગ્રુપ-રાજકોટ), કિશોરભાઈ કીકાણી, મનસુખભાઈ સાવલીયા (વ્રજ ડેવલોપર્સ-રાજકોટ), વસંતભાઈ ગજેરા(સુરત), ગુણવંતભાઈ કે.માંડાણી (બોરાળાવાળા-સુરત), જયંતિભાઈ બાબરીયા(એકલેરાવાળા-સુરત) વાળા રહેશે.
ત્રિદિવસીય કાર્યક્રમના ભોજન-પ્રસાદના મનોરથી ૫.પુ. જલારામબાપાની જગ્યા (વીરપુર), હવનના મુખ્ય દાતાશ્રી ગીરીશભાઈ પટેલ (અમેરિકા), ભગવાનના પ્રથમ શણગારના દાતાશ્રી મુકેશભાઈ સાવલીયા(સુરત), રામલીલા ના મુખ્ય દાતાશ્રી નરેન્દ્રભાઈ ભીખુભાઈ રાદડીયા(અમેરિકા), અન્નકુટના મુખ્ય દાતાશ્રી મનુભાઈ લવજીભાઈ સાવલીયા (ફતેપુર, હાલ-ગાંધીનગર), વીડિયો શુટીંગના દાતાશ્રી દીનેશભાઈ કાનપરીયા(વિઠલપુર ખંભાળીયા), મહોત્સવ માટે જમીન જગ્યા સેવા ચતુરભાઈ કાનપરીયા (ફતેપુર), વ્રજલાલ સાવલીયા (ફતેપુર), ઉજવલભાઈ સાવલીયા (ફતેપુર), નિતિનભાઈ રાજપરા(અમરેલી), દયાળભાઈ સંઘાણી(અમરેલી), કંકોત્રીના દાતાશ્રી નીતીનભાઈ વઘાસીયા (જસદણ), મંડપ ગેટના મુખ્ય દાતાશ્રી અશોકભાઈ જોગાણી(ગણેશ પાર્ટી પ્લોટ-અમરેલી), હવન માટે ઘી ના દાતાશ્રી સાહીલભાઈ સાવલીયા (રાજકોટ), જયસુખભાઈ સાવલીયા (અમળતવેલ) વાળા રહેશે.
ત્રિદિવસીય કાર્યક્રમમાં તા.૦૪-ફેબ્રુઆરી બુધવારના રોજ રકતદાન કેમ્પનું ઉદ્દઘાટન સવારના ૮.૦૦ કલાકે, મૂર્તિઓની નગર યાત્રા સવારના ૯.૦૦ કલાકે, ભોજન પ્રસાદ બપોરના ૧૨.૦૦ કલાકે, ધર્મસભા તથા શ્રી રામલીલા નાટક બપોરના ૩.૩૦ કલાકે, લાઇટ શો તથા સાઉન્ડ શો સાંજના ૭.૦૦ થી ૮.૦૦, ભોજન પ્રસાદ સાંજના ૭.૩૦ થી ૯.૦૦ તથા સુપ્રસિદ્ધ કલાકારો હિતેશભાઇ અંટાળા, ફરિદાબેન મીરનો ભજન સંતવાણી રાત્રીના ૯.૦૦ કલાકે યોજાશે.
તા.૦૫-ફેબ્રુઆરી ગુરુવારના રોજ મહા યજ્ઞ સવારના ૮.૦૦ કલાકે, ભોજન પ્રસાદ બપોરના ૧૨.૦૦ કલાકે, ધર્મસભા તથા શ્રી રામલીલા નાટક બપોરના ૩.૩૦ કલાકે, લાઈટ શો તથા સાઉન્ડ શો સાંજના ૭.૦૦ થી ૮.૦૦, ભોજન પ્રસાદ સાંજના ૭.૩૦ થી ૯.૦૦, તથા સુપ્રસિદ્ધ કલાકારો માયાભાઇ આહીર, અલ્પાબેન પટેલની ભજન સંતવાણી રાત્રીના ૯.૦૦ કલાકે યોજાશે.
તા. ૦૬-ફેબ્રુઆરી શુક્રવારના રોજ મૂર્તિ તથા ધ્વજદંડ સ્થાપન વિધી બપોરના ૧૧.૦૦ કલાકે, મૂર્તિ પ્રતિષ્ઠા બપોરના ૧૨.૦૦ કલાકે, મહાઆરતી બપોરના ૧.૦૦ કલાકે, અન્નકૂટ દર્શન બપોરના ૧.૧૦ કલાકે, ભોજન પ્રસાદ બપોરના ૧.૨૦ કલાકે, ભોજલ કથા સાંજના ૪.૦૦ થી ૭.૦૦, ભોજન પ્રસાદ સાંજના ૭.૦૦ થી ૯.૦૦, ભવ્ય આતશબાજી રાત્રીના ૮.૩૦ કલાકે, તથા સુપ્રસિદ્ધ કલાકારો શ્રુતિબેન પટેલ,મિહિરભાઈ સાવલિયા સ્વરમાં મહા રાસ ગરબા રાત્રીના ૯.૦૦ કલાકે યોજાશે.
તા.૪ તથા તા. ૫ બપોરે ૩:૩૦ કલાકે રામલીલા ઉપર ભવ્ય નળત્ય નાટકનું આયોજન જેમાં ભગવાન રામના જીવન પર જીજીબેન ગર્લ્સ સ્કૂલ - અમરેલી દ્વારા ભવ્ય નાટક ભજવવામાં આવશે. આ ભવ્ય તથા દિવ્ય નાટકનો નિહાળવા શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
તા.૬/૨/૨૦૨૬ ના રોજ સંતશ્રી જલારામબાપાના ભકતો દ્વારા ૧૦ ફુટનો રોટલો સ્થળ પર બનાવી સમર્થ ગુરુદેવ પૂ. ભોજલરામબાપાના ચરણોમાં બપોરના ૧.૦૦ કલાકે અર્પણ કરી બાપાના આશિર્વાદ મેળવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. આ આયોજન શ્રી જલારામ સેવા શ્રમ ટ્રસ્ટ-જામનગરના નેજા હેઠળ તમામ બાપાના ભકતોની ઉપસ્થિતિમાં સંપન્ન થશે. તા. ૬/૨/૨૦૨૬ ના રોજ બપોરે ૪ કલાકે લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયાના સ્વરમાં ભોજલ કથાનું ભવ્ય આયોજન જેમાં ગુરુ મહિમાંના પ્રસંગોને પણ વણી લેવામાં આવેલ છે.
ત્રિદિવસીય કાર્યક્રમમાં દર્દીનારાયણના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં રકતદાન કરી અમુલ્ય માનવ જિંદગી બચાવવા ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા લોકોને અપીલ કરવામાં આવી છે.શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ભોજલ ધામ અમરેલીના ફતેપુર ગામે પ્રાતઃ સ્મરણીય પૂ. ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમમાં પધરાવા જાહેર જનતાને શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
પૂ. ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ મું. ફતેપુર, તા.જી. અમરેલી ખાતે પહોચવા માટે અમરેલીથી તમામ પ્રકારના વાહનો સરળતાથી મળી રહેશે.
પૂ. ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે યોજાનાર ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમની વિશેષ માહિતી માટે નિખીલભાઈ સાવલિયા મો. ૯૪૨૮૬૧૫૫૧૧, મો.૯૭૨૫૨ ૧૯૭૬૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
