<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

આજે ઉત્તરના પવનો ઠંડીને વધારશે !

નવુ ડબલ્‍યુડી ૬/૭ તારીખે દસ્‍તક દેશે ત્‍યારે ફરી ઠંડી ગાયબ થયાની અનુભૂતિ થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૩ આગામી ૬-૭ ફેબ્રુઆરીએ દેશના ઉત્તર પヘમિ વિસ્‍તારોમાં ફરી એક નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ દસ્‍તક દેનાર છે. એ સમયગાળામાં ફરી ઠંડી ગાયબ થયાની અનુભૂતિ બે થી ત્રણ દિવસ રહેવાની છે. રાજયનું આજનું વાતાવરણ કેવું રહેવાનું છે તે અંગે નિષ્‍ણાતોના અભિપ્રાયો જાણીએ તો સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, ગુજરાતમાં આજે તાપમાન ઉંચુ જ નોંધાયેલું રહેશે તથા પુરા ગુજરાતમાંકયાંય વરસાદની સંભાવના નથી. આથી થોડું વિપરીત વિશ્‍લેષણ ભૂતકાળમાં સ્‍કાયમેટ સાથે જોડાયેલા રહેલા અને હાલ ‘માૌસમતક' વેધર ચેનલના ફાઉન્‍ડર દેવેન્‍દ્ર ત્રિપાઠી તેઓના એનાલીસીસમાં ગુજરાતમાં આજે કેવું વાતાવરણ રહેશે? એ અંગે જણાવે છે કે, ગુજરાતના ઉત્તરના ભાગો અર્થાત મધ્‍ય ગુજરાતના ઉપરના અડધા ગુજરાતમાં ઉત્તરશના પવનો વહેશે જેથી રાજના ઉત્તરના અડધા વિસ્‍તારોમાં ઠંડી વધશે, તાપમાન નીચું  જશે અને મહારાષ્‍ટ્ર તથા રાજસ્‍થાન સાથે જોડાયેલા ગુજરાતના કોઇ વિસ્‍તારોમાં હળવા વરસાદની સંભાવના રહેશે.

(11:30 AM IST)