તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
કોડીનાર પંથકમાં માવઠુઃ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં
રાજકોટ-સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવતઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીમાં રાહત

મોટી પાનેલીઃ સોૈરાષ્ટ્રના કોડીનાર તાલુકાના સિંધાજ ગામ અને ગીર પંથકમાં વાતાવરણમાં પલ્ટો, ઘટાટોપ વાદળો વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. ખેડુતમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. (ચંદ્રેશ પટેલ, પાનેલી મોટી, અકિલાના શ્રોતા)
રાજકોટ, તા.૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કોડીનાર પંથકમાં કમોસમી વરસાદ પડતા શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી છે.
લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીમાં રાહત યથાવત છે.
કોડીનાર તાલુકાના સીંધાજ, ગીરદેવળી, પેઢાવાડા સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડુતો ભારે ચિંતામાં છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં માવઠાના સંકટની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે અને છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે અને સૌરાષ્ટ્રમાં કોડિનાર પંથકમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે ત્યારે હવે રાજયના ૮ જિલ્લામાં માવઠાનું સંકટ ઊભું થયું છે. જેમાં હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામા ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, વડોદરા, ભરૂચ અને અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ માવઠાની શકયતા છે.
મોટી પાનેલી
ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના સીંધાજ સહિતના ગામોમાં માવઠુ વરસતા ખેડૂતોમાં ચિંતાના વાંદળા ઘેરાયા છે (ચંદ્રેશ પટેલ-મોટી પાનેલી- ‘અકિલા' ના શ્રોતા)
કોડીનાર
(અશોક પાઠક દ્વારા) કોડીનારઃ કોડીનાર પંથકના ગામડાઓમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કોડીનાર તાલુકાના સિંધાજ ગીરદેવળી, પેઢાવાડા, નવાગામ, આણંદપુર, સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવો માહોલ સર્જાયો છે કારણ કે વરસાદે મગફળી સહિતના પાકનો નાશ કર્યો હતો. તે ભૂલી ઉનાળુ પાકનું વાવેતર કર્યુ હતું. એમાં વરસાદ ખેડૂતોને ભાગે ડબલ મહેનત અને નુકસાની સિવાય કશું હાથ આવવાનું નથી.
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે ગિરનાર પર સવારનું તાપમાન ૨ ડિગ્રી ઘટીને ૧૧.૭ ડિગ્રી નોંધાયું હતું જેના કારણે પર્વત વિસ્તારમાં ગુલાબી ઠંડી વધી હતી.
સોમવારે ગિરનાર પર સવારનું તાપમાન વધીને ૧૩.૭ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે ૨ ડિગ્રી તાપમાન ઘટીને ૧૧.૭ ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે જુનાગઢ શહેરમાં પણ લઘુતમ તાપમાન ઘટીને ૪.૭ ડિગ્રી નોંધાયું હતુ. ગઈકાલની સરખામણીએ આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૦ ટકા થઈ ગયું હતું. જેની સાથે પવનની પ્રતિ કલાકની ઝડપ પણ વધીને ૬.૩ કિલોમીટરની થઈ જવા પામી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત
લઘુતમ તાપમાન-૧૬.૬,, મહતમ તાપમાન-૨૮.૫, ભુજનું પ્રમાણ- ૬૭% પવનની ગતિ ૫કી.મી. રહી છે.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર ૧૧.૭ ડીગ્રી
અમદાવાદ ૧૯.૨ ડીગ્રી
અમરેલી ૧૬.૦ ડીગ્રી
બરોડા ૧૯.૮ ડીગ્રી
ભાવનગર ૧૯.૨ ડીગ્રી
ભુજ ૧પ.૮ ડીગ્રી
દમણ ૧૯.૬ ડીગ્રી
ડીસા ૧૫.૯ ડીગ્રી
દીવ ૧૯.૨ ડીગ્રી
દ્વારકા ૧૭.૮ ડીગ્રી
ગાંધીનગર ૧૮.૨ ડીગ્રી
કંડલા ૧૭.૯ ડીગ્રી
નલિયા ૧૨.૦ ડીગ્રી
ઓખા ૧૯.૨ ડીગ્રી
પોરબંદર ૧૬.૬ ડીગ્રી
રાજકોટ ૧૫.૪ ડીગ્રી
સુરત ૧૯.૦ ડીગ્રી
વેરાવળ ૨૧.૩ ડીગ્રી
જામનગર ૧૬.૬ ડીગ્રી
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
