તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Tuesday, 3rd February 2026
મોરબીના શક્તિનગરમાં અજય નકુમ, તેના પત્નિ અને માતા પર પાડોશીઓનો હુમલો
પાડોશીને પૈસાની જરૂર હોઇ અજયના પિતાએ તેમની ચાંદી ગીરવે મુકાવી પૈસા અપાવ્યા હતાં: તે છોડાવી આપવા મામલે ડખ્ખો થયો

રાજકોટ તા. ૩: મોરબીના ટીંબડીના પાટીયે શક્તિનગરમાં રહેતાં અને ટ્રકમાં ગ્રીસ ઓઇલ કરવાની મજૂરી કરતાં અજય વિજયભાઇ નકુમ-વાંસફોડીયા (ઉ.વ.૨૭) ઉપર તેના જ પાડોશી અમિત, અશોક, ભરત, રવિ અને વિજયે મળી ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં વચ્ચે પડનારા તેના પત્નિ આરતીબેન (ઉ.વ.૨૫) અને માતા શોભનાબેન (ઉ.વ.૪૫)ને ઇજા પહોંચાડવામાં આવતાં સારવાર માટે દાખલ કરાયા છે.
હુમલામાં ઘાયલ ત્રણેયને મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી શોભનાબેનને વધુ ઇજા હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલચોકીના સ્ટાફે મોરબી-બી ડિવીઝનમાં જાણ કરી હતી. શોભનાબેનના દિકરા અજય નકુમે જણાવ્યું હતું કે હુમલો કરનારા બધા પાડોશી છે. પાડોશીને પૈસાની જરૂર હોઇ મારા પિતાને તેણે ચાંદીના દાગીના આપ્યા હતાં અને ઓળખીતા પાસે ગીરવે રખાવી પૈસા અપાવવા કહેતાં મારા પિતાએ મદદ કરી હતી. હવે આ લોકો નક્કી થયા મુજબનું વ્યાજ ચુકવ્યા વગર ચાંદી છોડાવી દેવાનું મારા પિતાને દબાણ કરતાં હોઇ હું તેને સમજાવવા જતાં મારા પર હુમલો થયો હતો. બચાવવા વચ્ચે પડેલા મારા પત્નિ, માતાને પણ માર માર્યો હતો. પોલીસે ખરેખર શું બન્યું? તેની તપાસ હાથ ધરી છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
