તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
યુવા પેઢીમાં ટ્રાફિક સેન્સ કેળવવા ૧૦૦૦ વિદ્યાર્થીઓની તિરંગા ધ્વજ સાથે રેલી યોજાઈ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રોડ સેફટી ઓથોરિટી દ્વારા આવકારદાયક અભિયાન

રાજકોટ, તા.૩: હાલના સમયમાં સહુથી મોટી કોઈ સમસ્યા હોય તો તે અવ્યવસ્થિત ટ્રાફિકની છે, આના કારણે કોઈના મોભી, કોઈના યુવાન પુત્ર કે પુત્રી જીવ ગુમાવી દયે છે. આવી પરિસ્થિતિમાં નવી પેઢીમાં ટ્રાફિક સેન્સ કેળવાઈ તે ખૂબ મહત્વનું હોય છે.
આજ રોજ દહેગામ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને ગાંધીનગર પોલીસ દ્વારા રોડ સેફટી મહિના ના અનુસંધાને બાળકો અને નાગરિકો માં રોડ સેફટી અંગે જાગળતિ કેળવાય તે માટે ટ્રાફિક રોડ સેફટી રેલી કાઢવામાં આવેલ જેમાં ૧૦૦૦ જેટલા વિધાર્થીઓ તિરંગા ધ્વજ સાથે માર્ગ સુરક્ષા ના બોર્ડ બેન્ડ સાથે લઈને દહેગામ ના મુખ્ય માર્ગ પર ફરેલ હતા. રેલીને શ્રી એસ એ પટેલ , IAS Rtd, કમિશનર ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
