<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે સુપ્રસિદ્ધ શિવ કથાકાર પૂ.ગિરીબાપુના વ્યાસાસને આયોજિત શિવકથાનો વિરામ

જીવનમાં કાંઈ પણ થાય શિવને છોડશો નહિ,શિવાલય કે કથામાં કોઇનું અપમાન ન કરવું જોઇએ : પૂ.ગિરીબાપુ

 

પ્રભાસપાટણ::વિશ્વપ્રસિદ્ધ  સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે સુપ્રસિદ્ધ શિવ  કથાકાર પૂ.ગિરીબાપુના વ્યાસાસને આયોજિત શિવકથાનો વિરામ થયો છે.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા, કથાકાર મહાદેવપ્રસાદ મહેતા,સોમનાથ  ટ્રસ્ટના જીતુપુરીબાપુ, મિલન જોશી,સંતો અને દેશ વિદેશથી ખાસ કથા સાંભળવા આવેલા ભાવિકો કથામાં ઉપસ્થિત રહ્યા હતા.વ્યાસપીઠ ઉપરથી પૂ.ગિરીબાપુ એ સંબોધનમાં  જણાવ્યું કે,જીવનમાં કાંઈ પણ થાય શિવને  છોડશો નહિ,શિવાલય  કે  કથામાં કોઇનું અપમાન ન  કરવું.સામાન્ય માનવીનું પણ સન્માન હોય છે.પરિવારમાં  સૌ સાથે ભોજન કરો, નાગરિક ધર્મ અવશ્ય જાળવો.વેરાવળ  પાટણના  પત્રકારો દ્વારા શિવ કથામાં સમૂહ  આરતી કરાઈ હતી અને પૂ.ગિરીબાપુના  આશીર્વાદ મેળવ્યા હતા અને પૂ. ગિરીબાપુએ પત્રકારોનું સન્માન કર્યું હતું.(તસ્વીર-અહેવાલ:મીનાક્ષી  ભાસ્કર વૈદ્ય-પ્રભાસપાટણ)

(9:39 AM IST)