તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
મોરબી જીલ્લામાં ફિક્સ પગાર વાળા શિક્ષકોને નિયમિત પગાર હુકમનું વિતરણ કરાયું
કાર્યક્રમ દરમિયાન કુલ 29 શિક્ષકોને નિયમિત પગારના ઓર્ડર વિતરણ કરાયા

( પ્રવિણ વ્યાસ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના ફીક્સ પગાર પર કાર્યરત શિક્ષકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને હકારાત્મક એવા એક કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ–૩ (નો.ક.) સરકારી કર્મચારી મંડળ મોરબી તથા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત નિયમિત પગાર હુકમ વિતરણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના મીટીંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી મોરબી કે.એમ.મોતા, મોરબી જીલ્લા સંઘ પ્રમુખ મેહુલભાઈ દેથરીયા, મહામંત્રી હર્ષદભાઈ બોડા, શિક્ષણ નિરીક્ષક એવા ધર્મિષ્ઠાબેન કડિવાર અને હિતેશભાઈ સરડવા, વહીવટી અધિકારી બ્રિજેશભાઈ તેમજ ઓફીસના તમામ ક્લાર્ક અને AEI મિત્રો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન કુલ 29 શિક્ષકોને નિયમિત પગારના ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા, જે શિક્ષકો માટે આનંદ અને ગૌરવની ક્ષણ હતી. સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, ક્લાર્કઓ તથા વર્ગ–૪ના કર્મચારીઓનું સન્માન કરીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
