<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

મોરબી પોલીસે ખોવાયેલા ૨૨ મોબાઈલ અને સોનાના દાગીના સહીત ૬૨.૬૩ લાખનો મુદામાલ પરત સોપ્યો માળીયા પોલીસે મોબાઈલ પરત કર્યા.

માળિયા પોલીસે અરજદારોના ખોવાયેલા ૧.૩૭ લાખના ૬ મોબાઈલ શોધી પરત સોપ્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી એ ડીવીઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા ૨૨ મોબાઈલ અને સોનાનું પેન્ડલ, સોનાના ચાર બિસ્કીટ અને સોનાનો ચેન મળીને કુલ રૂ ૬૨.૬૩  લાખનો મુદામાલ શોધી કાઢી અરજદારોને પરત સોપ્યો છે.
સીટી એ ડીવીઝન પોલીસે અરજદારોના ખોવાયેલા ૨૨ મોબાઈલ કીમત રૂ ૪,૧૩,૦૮૯ શોધી કાઢવા, ceir પોર્ટલ ઉપયોગ કરી તેમજ એક અરજદારનું ગુમ થયેલ સોનાનું પેન્ડલ કીમત રૂ ૬ લાખ, ચાર સોનાના બિસ્કીટ અને સોનાનો ચેન મળી રૂ ૫૨,૫૦,૦૦૦ સહીત કુલ રૂ ૬૨,૬૩, ૦૮૯ નો મુદામાલ શોધ કાઢી પરત આપ્યો હતો અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી.
માળિયા પોલીસે અરજદારોના ખોવાયેલા ૧.૩૭ લાખના ૬ મોબાઈલ શોધી પરત સોપ્યા.
માળિયા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અરજદારોના ૧.૩૭ લાખના ખોવાયેલા ૦૬ મોબાઈલ શોધી કાઢી મુદામાલ પરત સોપ્યો હતો.
માળિયા પોલીસ ટીમે પ્રજાજનોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા ceir પોર્ટલનો ઉપયોગ કરી ડેટા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરતા અરજદારોના ખોવાયેલા ૧,૩૭,૯૯૮ ની કિમતના છ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી વિવો, ઓપ્પો સહિતની કંપનીના ૬ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોપ્યા હતા અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી

(11:13 PM IST)