તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
જસદણ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર રૂરલ એલસીબીએ ઝડપી લીધીઃ ચાલાક છૂ
વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ ર૬ર૩ અને કાર સહિત ૧૬.૧૬ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને કાર નજરે પડે છે.
રાજકોટ તા. રઃ જસદણ પાસે રૂરલ એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપી લીધી હતી જોકે, ચાલાક નાસી છુટયો હતો પોલીસે દારૂ અને કાર સહિત ૧૬.૧૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરએ પ્રોહી જુગારની પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા સુચના આપતા રૂરલ એલસીબીના પો. ઇન્સ. વી. વી. ઓડેદરા તથા આઇ/સી પો. ઇન્સ. શ્રી એફ. એ. પારધીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એચ. સી. ગોહીલ તથા આર. વી. ભીમાણી એલ.સી.બી.ના સ્ટાફના માણસો સાથે જસદણ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જસદણ વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી પસાર થનાર ફોરવ્હીલમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ર૬ર૩ જેની કિં. રૂ. ૬,૧૬,૬૪૯/- તથા કાર મળી કુલ કિં. ૧૬,૧૬,૬૪૯/-નો મુદામાલ ઝડપી લીધો હતો જો કે, હેરીયર ફોર વ્હિલ કાર રજી. નંબર-જીજે-ર૩-સીબી-૧ર૩૧ વાળીનો ચાલક નાસી છુટયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. શિવરાજભાઇ ખાચર, ધર્મેશભાઇ બાવળીયા, જીતેન્દ્રભાઇ ગોહિલ, રસિકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા તથા પો. કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ ખડીયા, અજીમભાઇ સમા, વિજયભાઇ સિંહાર વિગેરે સ્ટાફ જોડાયેલ હતો.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
