તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
જુનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુકાયાના ઈ મેઈલથી ધમકી મળતા દોડધામ
કોર્ટ પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન : કોઈ પ્રકારનું વાંધાજનક મળ્યું નથી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. 02 : જુનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુકાયાના ઈ મેઈલથી ધમકી મળતા પોલીસ દ્વારા કોર્ટ પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, કોર્ટના સત્તાવાર ઈમેલ આઇડી પર મેલ આવ્યો છે કે બપોરે 02:30 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. એવી ધમકી મળતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ કોર્ટ પર દોડી ગયો છે અને કોર્ટ પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે કોર્ટમાં તમામ પ્રકારની કામગીરી અને અવરજવર મૂકી દેવામાં આવી છે. ડોગ સહિત દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઈ પ્રકારનું વાંધાજનક મળ્યું નથી.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
