તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
જોડીયા માનસ મંદિરમાં હોમત્મક યજ્ઞ-મહાપ્રસાદ

વાંકાનેરઃ જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે પરમ પૂજ્યશ્રી વિરાગમુનિજીની સ્થાપિત શ્રી રામ કળષ્ણ સાધના ટ્રષ્ટ - શ્રી ગીતા વિધાલય ધર્મક્ષેત્ર-માનસ મંદિરમાં શ્રી ગીતા વિધાલયના સંસ્થાપક પરમ પૂજ્યશ્રી વિરાગમુનિજીની શૂભ પ્રેરણાથી અને પૂજ્યશ્રી મોરારીબાપુના શૂભ આશીર્વાદથી આ પાવન ભૂમિમાં એવમ્ વિશ્વ કલ્યાણ અર્થે હરી પ્રશ્નનાતાથે તારીખઃ ૨૯/૧/૧૯૯૩ ના રોજ અંખડ શ્રી રામ ચરિતમાનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન શરૂ કરાવેલ હતા જે અવિરત ૩૩ વર્ષથી ચોવીસ કલાક શ્રી રામાયણજીની ચોપાઈનું ગાન શ્રી ગીતા વિધાલયના સાધક ભાવિક ભક્તજનો, શ્રી ગીતા વિધાલયના બાળકો આ કલિયુગ પર્વમાં કરી રહયા છે જે અંખડ પાઠના ( ૩૪ મા વર્ષના મંગલ પ્રારંભ ) નિમિતે બે દિવસય તા, ૨૮ અને ૨૯ શ્રી રામ ચરિતમાનસની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમત્મક યજ્ઞ યોજાયેલ જેમાં શ્રી ગીતા વિધાલયના સાધક ભાવિક ભક્તજનો, શ્રી ગીતા વિધાલયના બાળકોએ શ્રદ્ધા પૂર્વક ચોપાઈનું ગાન કરીને પ્રત્યેક ચોપાઈ દ્વારા આહુતિ આપેલ હતી તેમજ તારીખઃ ૨૯ / ૧ / ૨૬ ને ગુરૂવારના રોજ અંખડ શ્રી રામ ચરિત માનસ પાઠ અનુષ્ઠાનમા ૭૧૦૩ શ્રી રામ ચરિતમાનસના પાઠ થયેલ તેમજ ૧૨૦૫૪ દિવસ પૂર્ણ થયેલ સાંજે હોમત્મક યજ્ઞની પુર્ણાહુતી બાદ સૌ ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદ લીધેલ હતો શ્રી ગીતા વિધાલયમા ભકિતમય માહોલ સર્જાયેલ હતું જે યાદી શ્રી ગીતા વિધાલય પરિવાર દ્વારા જણાવાયું છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
