<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ગોંડલ પાસે ૧૪.પ૦ લાખનો ગાંજાનો જથ્‍થો પકડાયો

ભાયાવદરના અશરફ અને તેના ભાઇ શાહનવાઝને રૂરલ એસઓજીએ ઝડપી લીધાઃ ગાંજાનો જથ્‍થો મંગાવનાર અને મોકલનાર ૩ શખ્‍સોની શોધ

રાજકોટ તા. ૧પ :.. ગોંડલના મુંગાવાવડી - દાળીયા માર્ગ ઉપરથી રૂરલ એસઓજીએ ૧૪.પ૦ લાખના ગાંજાના જથ્‍થા સાથે ભાયાવદરના બે ભાઇઓ ઝડપી લીધા હતાં. જયારે ગાંજાનો જથ્‍થો મંગાવનાર અને મોકલનાર ૩ શખ્‍સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્‍યએ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના  આપેલ હોય

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્‍સપેક્‍ટર  એફ.એ.પારગી તથા પોલીસ સબ ઇન્‍સપેકટર  કે.એમ.ચાવડા  સ્‍ટાફ સાથે ગોંડલ તાલુકા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.કોન્‍સ.નિર્મળસિંહ ચંદુભા ચુડાસમાના મળેલ હકિકત આધારે મુંગાવાવડી ગામ થી દાળીયા ગામ તરફ જતા જાહેર રસ્‍તા ઉપર થી (૧) અશરફ ઉર્ફે અપુ રાજુભાઇ પટ્ટા તથા  (૨) શાહનવાજ રાજુભાઇ પટ્ટા રહે. બંન્ને ભાયાવદર તા.ઉપલેટા જી.રાજકોટ વાળાઓના કબ્‍જામાથી માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો ૨૯ કિલ્લો ૦૩ ગ્રામ જેની કિ.રૂ.૧૪,૫૦,૧૫૦/- તથા રોકડા રૂપીયા ૧૩,૭૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મહિન્‍દ્રા કંપનીની નો બોલેરો પીકઅપ જેના રજી.નં.જી.જે.૦૩-બી.ઝેડ-૦૩૧૮ જેની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- કુલ કી.રૂ.૨૧,૭૩,૯૧૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગોંડલ તાલુકા પો.સ્‍ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસની પુછપરછ દરમિયાન ગાંજાનો જથ્‍થો ઉપલેટા રહેતા અસ્‍ફાક મનસુરભાઇ ખોખર તથા ભાયાવદર રહેતા સમીર દિલાવરભાઇ પટ્ટા એ ઓરિસ્‍સા નાં સાંબલપુર રહેતા શુશાંતકુમાર લેનકા પાસે થી મંગાવ્‍યો હોવાની વિગતો મળતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરી રૂરલ એસઓજી શાખાના પો. સ. ઇ. પી. બી. મિશ્રા, એ. એસ. આઇ. પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્‍લોચ, રૂપકભાઇ હસ્‍તબહાદુર, પો. હેઙ કો. ક્રિપાલસિંહ જાડેજા, મયુરભાઇ વિરડા, નૈમિષભાઇ મહેતા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, પો. કો. વિજયગીરી ગોસ્‍વામી, વિપુલભાઇ ગોહીલ, કલ્‍પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, નિર્મળસિંહ ચુડાસમા, રઘુભાઇ ત્રકટા, ડ્રા. પો. કો. નરશીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવેલ છે.

(11:38 AM IST)