News of Saturday, 31st January 2026
કાલે ચલાલામાં પૂ.મોરારીબાપુના હસ્તે કાનજી ભુટ્ટા બારોટ એવોર્ડ અર્પણવિધી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ-ચલાલા દ્વારા પૂ.રતિદાદાની આગેવાનીમા આયોજનઃ રાત્રે ભવ્ય લોકડાયરોઃ વાર્ષિક મહોત્સવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૩૧: સમગ્ર ગુજરાત માં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં જેમનું નામ છે તેવી સંસ્થા ગાયત્રી પરિવાર ચલાલા દ્વારા તા.૦૧ ને રવિવારે ગુજરાતના ઘરેણા સમાન ચાર શ્રેષ્ઠ કલા સાધકો હેમંતભાઈ ચૌહાણ પદ્મશ્રી (ભજાનિક), ઘનશ્યામભાઈ લાખાણી (લોક સાહિત્યકાર), ગોપાલભાઈ બારોટ (લોક વાર્તાકાર), મરણોત્તર એવોર્ડ ડો.સ્વ.નટુદાદા જોષી (ઉદઘોષક)ના પરિવારને કાનજી ભુટા બારોટ એવોર્ડ - ૨૦૨૬ આપી સન્માનિત કરવામાં આવશે.
આ એવોર્ડ વિશ્વવંદનીય પુ. શ્રી મોરારીબાપુ ના હસ્તે અને સંસ્થા ના વડા પુ. સંતશ્રી. ડો. રતિદાદા (સેવા અને તબીબી શ્રેત્રે એવોર્ડ વિજેતા) ની પ્રેરણા થી આપવામાં આવશે.
સાથે સાથે તા. ૦૧/૦૨/૨૦૨૬ ને રવિવારે રાતે ૯ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં હેમંત ચૌહાણ, ઘનશ્યામ લાખાણી, ગોપાલ બારોટ, રાજવીર બારોટ, અભિરાજ બારોટ જેવા કલાકારો ડાયરાની રમજટ બોલાવશે.
તેમજ સંસ્થા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, રક્ષા શક્તિ ગર્લ્સ સ્કુલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળ ના દીકરા દીકરીઓ દ્વારા ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાશે.
સમગ્ર આયોજન સંસ્થાના વડા પ.પુ. સંતશ્રી. ડો. રતિદાદા તથા ડાયરેકટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા શ્રી કાનજી ભૂટા બારોટ લોક કલા ફાઉન્ડેશન ના પ્રમુખ મનુભાઈ બારોટ દ્વારા થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વોને નિમંત્રણ પાઠવાયું છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
