News of Friday, 30th January 2026
મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
બનાવની ગંભીરતાના પગલે તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે રહેતા મજુર પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેની તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને એક શખ્સને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદેપુરના અને હાલ મોરબી તાલુકાના રામગઢ ગામે રહીને મજૂરી કામ કરતાં પરિવારની ૧૧ વર્ષની દીકરીનું તા.૨૪-૧૨-૨૫ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ હતું.જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવેલ હતી.બનાવની ગંભીરતાના પગલે તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને હાલ આ બનાવમાં દિનેશ સુમલીયાભાઈ ઉર્ફે સામરીયાભાઈ હટીલા (ઉંમર ૧૯ થી ૨૫) (હાલ રહે.રામગઢ (કોયલી) તા.જી.મોરબી મૂળ રહે.પંગોડા ગામ સ્કૂલ ફળિયું તા.કનાલ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ) ની અપહરણના ગુનામાં ધરપકડ કરી હતી.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
