તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th January 2026
ઠંડીમાં વધારોઃ ગિરનાર પ.પ, નલીયામાં ૭ ડીગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા ઠંડીનાં પ્રમાણમાં વધારો

રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ટાઢોડુ યથાવત છે અને ગિરનાર પર્વત ઉપર પ.પ ડિગ્રી નલીયામાં ૭, રાજકોટમાં ૧૦.પ જામનગરમાં ૧૩.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
જુનાગઢ
આજે સવારે જુનાગઢ સહિતના વિસ્તારોના તાપમાનમાં તોતિંગ ઘટાડો થાય ગિરનાર ૫.૫ ડિગ્રી ઠંડીથી ઠંડોગાર થઈ ગયો હતો જેના કારણે ગિરનારની યાત્રાએ આવેલા યાત્રીકો સહિતના લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.ગિરનાર પર્વત પર ગઈકાલે લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાન ૬.૩ ડિગ્રી ઘટીને ૫.૫ ડિગ્રી પર આવી જતા સમગ્ર ગિરનાર પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ગિરનાર પર ઠંડી વધવાની સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધારે રહેવાના કારણે ઠંડીની અસર બેવડાઈ હતી.
ગિરનાર પર બુધવારે ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે આજે સવારથી પવનની ગતિ સામાન્ય રહેતા રોપવે સેવા રાબેતા મુજબ રહી હતી.
ગિરનારની સાથે સાથે આજે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન પણ ૬.૩ ડિગ્રી ઘટીને ૧૦.૫ ડિગ્રી નોંધાતા સમગ્ર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કાતિલ ઠંડી અનુભવાય હતી સવારની ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૨ ટકાએ પહોંચી જતા ઠંડી વધુ તીવ્ર બની હતી. સવારથી ૬.૩ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩.પ સે.ગ્રી, મહતમ તાપમાન ર૪.પ સે.ગ્રી. ભેજનું પ્રમાણ પ૬ ટકા, પવનની ગતિ કિ.મી. રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૭.૦ ડીગ્રી
અમદાવાદ ૧૨.૮ ડીગ્રી
અમરેલી ૧૧.૬ ડીગ્રી
બરોડા ૧૩.૮ ડીગ્રી
ભાવનગર ૧પ.૨ ડીગ્રી
ભુજ ૧૧.૨ ડીગ્રી
દમણ ૧૫.૪ ડીગ્રી
ડીસા ૧૧.૩ ડીગ્રી
દીવ ૧૧.૯ ડીગ્રી
દ્વારકા ૧૪.૧ ડીગ્રી
ગાંધીનગર ૧૪.પ ડીગ્રી
કંડલા ૧૪.૦ ડીગ્રી
નલિયા ૭.૦ ડીગ્રી
ઓખા ૧૮.૦ ડીગ્રી
પોરબંદર ૧૨.૫ ડીગ્રી
રાજકોટ ૧૦.૫ ડીગ્રી
સુરત ૧૪.૬ ડીગ્રી
વેરાવળ ૧૪.૭ ડીગ્રી
જામનગર ૧૩.પ ડીગ્રી
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
