News of Wednesday, 28th January 2026
મોરબીમાં જુના પ્રેમ સંબંધની અદાવતમાં વૃદ્ધ દંપતી પર હુમલો: પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
અગાઉના પ્રેમ સંબંધની દાઝ રાખી આરોપી વિવેક કિશોરભાઈ ધોળકિયા અને તેના પરિવારની ચાર મહિલાઓએ ભેગા મળી વૃદ્ધાને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં સામાકાંઠે સો. ઓરડી વિસ્તારમાં પ્રેમ સંબંધના મનદુખમાં એક વૃદ્ધ દંપતી પર પાડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પુત્રવધૂ સાથેના અગાઉના પ્રેમ સંબંધની દાઝ રાખી આરોપી વિવેક કિશોરભાઈ ધોળકિયા અને તેના પરિવારની ચાર મહિલાઓએ ભેગા મળી વૃદ્ધાને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા આરોપી વિવેકે લોખંડના ધારિયાના ઘા રમેશભાઈના માથા અને શરીરના ભાગે ઝીંકી ગંભીર મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. હાલ ઈજાગ્રસ્ત દંપતી મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ફરિયાદી પ્રભાબેન રમેશભાઈ સિચણાદાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હિંસક હુમલો તેમના પુત્ર પંકજની પત્ની પૂજા સાથે આરોપી વિવેકના અગાઉના પ્રેમ સંબંધને કારણે થયો હતો. બનાવ સમયે પ્રભાબેન પોતાના ઘરે હાજર હતા ત્યારે વિવેક ધોળકિયા ધારિયું લઈને ગાળો દેવા લાગ્યો હતો, ત્યારબાદ તેના પરિવારની અન્ય ચાર મહિલાઓ વિવેકના માતા ગુલાબબેન, વિવેકના મોટા ભાઈ ભાયાની પત્ની,વિવેકના ભાઈજી રાજુભાઈની પત્ની અને વિવેકની બહેનએ ધસી આવી વૃદ્ધાને બેફામ માર માર્યો હતો. ફરિયાદીના પતિ દુકાને હોય વિવેકે ત્યાં જઈને ધરિયા વડે ફરિયાદીના પતિને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ જતી વખતે “જો હવે બીજી વાર હાથમાં આવ્યા તો મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
