<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

રાજ્‍યસભાના પૂર્વ સાંસદ સ્‍વ.લલિતભાઈ મહેતાના ધર્મપત્‍નિ સ્‍વ.ઈન્‍દુમતિબેન મહેતાનુ વાંકાનેરમાં અવસાન

વાંકાનેર-રાજકોટઃ રાજ્‍યસભાના પૂર્વ સાંસદ સ્‍વ. લલિતભાઈ અમૃતલાલ મહેતાના ધર્મપત્‍નિ સ્‍વ.ઈન્‍દુમતિબેન લલિતભાઈ મહેતા તે તુષારભાઈ,ભાવિનીબેન અને કલ્‍પેન્‍દુભાઈના માતુશ્રી તેમજ કમલેશભાઈ શાહ, હીનાબેન અને મનીષાબેનનાં સાસુ તથા પલ્‍લવ અને પરીના દાદી અને બેલાના નાની તા.૨૦ ને મંગળવારના રોજ અરીહંત શરણ પામેલ છે. અંતિમ યાત્રા  આજે તા.૨૧-૦૧-૨૦૨૬ ને બુધવારે સવારે  ૯: ૩૦ કલાકે તેમના વાંકાનેર સ્‍થિત નિવાસ સ્‍થાન ‘શ્રાવસ્‍તી', દિવાનપરા, જૈન ભોજનશાળાની બાજુમાં વાંકાનેરથી નીકળશે.

માતૃતુલ્‍ય પૂજ્‍ય ઈન્‍દુબેન એલ. મહેતા એટલે સહજ, સરળ, મિલનસાર, આનંદી,લાગણીશીલ, વિરાટ વ્‍યકિત્‍વ હતા. રાજ્‍યસભાના પૂર્વ સાંસદ સ્‍વ. લલિતભાઈના માત્ર પત્‍ની નહી પરંતુ વિદ્યાર્થીની હતા.સંઘ પરિવારના આગ્રહથી તેઓએ મોટા બ્રેક બાદ વાંકાને૨માં કોલેજ બની એટલે ગ્રેજ્‍યુએશન કર્યું હતું.તા.૨૬ જૂન ૧૯૭૫ માં વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીએ ઈમ૨જન્‍સી - કટોકટી નાખી ત્‍યારે ગ્રેજ્‍યુએટ થયેલા પૂજ્‍ય ઈન્‍દુબેનને નાગરિક બેન્‍કમા નોકરી કરવી પડી હતી.તેઓ ગ્રેજ્‍યુએટ થયા એટલે કલાર્ક બન્‍યા હતા

લલિતભાઈ સહિત વાંકાનેર ના ૪ આરએસએસ અગ્રણીઓ જેલમાં ૧૯ માસ માટે ગયા હતા. ત્‍યારે સંપૂર્ણ ધાર્મિક જીવન, સામાજિક, આરોગ્‍ય શિક્ષણ ,સેવામાં પણ અનેક વર્ષો આપ્‍યા હતા.સંપૂર્ણ પરિવારની સફળ જવાબદારી નિભાવી હતી અને લલિતભાઈ મહેતાના જાહેર જીવન માટે ખૂબ મદદ કરીને પ્રેરણા આપી હતી. તેઓના ઘેર રોજ અનેક કાર્યકર્તા કે જનતા આવતી તેમને સરબત,છાશ,ચા કે નાસ્‍તા વગર ઈન્‍દુબેન જવા જ ન દે અનેક મેમ્‍બરોને આવો વારંવારનો મીઠો અનુભવ થયો હતો. વાણીની મીઠાશ અદ્દભૂત હતી.ચહેરા પર સતત નિતરતું સ્‍મિત હતું. એમનો આત્‍મા મહાન - પુણ્‍યશાળી - ભવ્‍ય છે.આવા મહાન આત્‍માને મહા વિદેય ક્ષેત્ર અરિહંત શરણ પ્રાપ્ત થઇ ચુક્‍યુ જ હોય એ ૧૧૧% હકીક્‍ત છે.

 

 

 

(9:57 AM IST)