<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

પોરબંદર શ્રીહરિ મંદિર પાટોત્‍સવની તૈયારી : પૂ.રમેશભાઇ ઓઝાની અધ્‍યક્ષતામાં બેઠક

સાંદિપની નિકેતનમાં ‘પૂ.ભાઇશ્રી'ની પોરબંદરના શ્રેષ્‍ઠીઓ સાથે ચર્ચા - વિચારણા : ૨૧ થી ૨૫ સુધી મહોત્‍સવ

(વિનુ જોશી દ્વારા) પોરબંદરના સાંદીપનિના શ્રીહરિ મંદિરના ૨૦મા  પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવ તરીકેની ઉજવણીના ભાગરૂપે પૂજ્‍ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્‍યમાં સાંદીપનિ સભાગળહમાં પોરબંદરના શ્રેષ્ઠીઓની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઈ હતી.

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવની ઉજવણીના ભાગ સ્‍વરૂપે સાંદીપનિ સભાગળહમાં આયોજિત બેઠકના પ્રારંભમાં પોરબંદરની તમામ સંસ્‍થાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનું અને પત્રકારોનું સંસ્‍થાના ટ્રસ્‍ટી ડો. ભરતભાઈ ગઢવી દ્વારા શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યુ.

પૂજ્‍ય ભાઈશ્રીએ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલતી તમામ શૈક્ષણિક સંસ્‍થાઓનો પરિચય આપીને શ્રીહરિ મંદિરને ૨૦વર્ષની યાત્રાનું ટૂંકમાં વર્ણન કરીને આ વર્ષે તા. ૨૧-૦૧-૨૬ થી તા. ૨૫-૦૧-૨૬ સુધી આયોજિત શ્રી હરિ મંદિર પાટોત્‍સવ - ૨૦૨૬ મહામહોત્‍સવની વિશેષતા તેમજ સમગ્ર મહોત્‍સવના તમામ કાર્યક્રમોની રૂપરેખા વિગતવાર વર્ણવી હતી.

તેમજ આ સાથે પૂજ્‍ય ભાઈશ્રીએ બેઠકમાં ઉપસ્‍થિત પોરબંદર શહેરની તમામ સંસ્‍થાઓ તથા સમાજના અગ્રણીઓ, સૌ પત્રકારોબંધુઓને તેમજ પોરબંદર જિલ્લાના સર્વે ભાવિકોને શ્રીહરિ મંદિર ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવમાં જોડાવા માટે આહવાન કર્યુ હતુ.

આ બેઠકમાં આવેલા સૌ મહાનુભાવોએ શ્રીહરિ મંદિરના મહામહોત્‍સવમાં ઉત્‍સાહ સાથે. સ્‍વયંભુ જોડાવા માટે તૈયારી દર્શાવી હતી. બેઠકના અંતે સંસ્‍થાના ટ્રસ્‍ટી ડો.ભરતભાઈ ગઢવીએ સૌ મહાનુભાવોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ.ભાઈશ્રી' શ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્‍થિતિમાં શ્રીહરિ મંદિરની સ્‍થાપનાને ૨૦ વર્ષ પૂર્ણ થતા મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત તા.૨૧/૦૧/૨૦૨૬ થી તા.૨૫/૦૧/૨૦૨૬ સુધી પંચ દિવસીય શ્રીહરિ મંદિર મહામહોત્‍સવ અનેક વિશિષ્ટ પ્રસંગો સાથે સુસંપન્ન થશે.

ભાગવત ચિંતનશિબિર

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવમાં પૂજ્‍ય ભાઈશ્રીની ઉપસ્‍થિતિમાં પ્રતિવર્ષ અનુસાર ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં તા.૨૧/૦૧/૨૦૨૬ થી તા.૨૪/૦૧/૨૦૨૬ એમ ચાર દિવસ ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો તથા સાંદીપનિના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવતના વિષયો ને લઈને વ્‍યાખ્‍યાન આપવામાં આવશે. જેમાં પ્રથમ ત્રણ દિવસ અપરાホ સત્રમાં ૩:૩૦ થી ૬:૩૦ દરમ્‍યાન વ્‍યાખ્‍યાન થશે. તેમજ અંતિમ દિવસે તા.૨૪/૦૧/૨૦૨૬ના રોજ સવારના સત્રમાં ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્‍યાન વ્‍યાખ્‍યાન સંપન્ન થશે 

સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ

શ્રીહરિમંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવ દરમ્‍યાન પ્રતિવર્ષ અનુસાર પૂજ્‍ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ૩૦મો સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ, તા.૨૪-૦૧-૨૬, શનિવારે બપોર પછી ૩:૩૦ થી ૬:૩૦ દરમ્‍યાન સાંદીપનિ સભાગળહમાં સંપન્ન થશે.

પૂજ્‍ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા છેલ્લા ૨૯વર્ષોથી વિભિન્ન  ક્ષેત્રોમાં અનુપમ યોગદાન આપનારા મહાનુભાવોનું દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ એવોર્ડ થી ભાવપૂજન કરવામાં આવે છે. એ ઉપક્રમમાં આ વર્ષે ૩૦મા ગૌરવ એવોર્ડ સમારોહમાં પૂજ્‍ય ભાઈશ્રી અને મહાનુભાવોના કરકમલો દ્વારા ત્રણ મહાનુભાવોનું ભાવપૂજન કરવામાં આવશે. જેમાં આ વર્ષે અમદાવાદના પરમ પૂજ્‍ય જૈનાચાર્ય શ્રી વિજયરત્‍નસુંદરસુરીશ્વરજી મહારાજને દેવર્ષિ એવોર્ડ, વારાણસીના શ્રી ગણેશ્વર શાષાી દ્રાવિડને બ્રહ્મર્ષિ એવોર્ડ તેમજ ભુણાવ-મહેસાણાના ડો. ગણપતભાઈ પટેલને રાજર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે.

ધાર્મિક કાર્યક્રમો-૧૦૮ કુંડી અતિ મહાવિષ્‍ણુયાગ

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવ નિમિત્તે સાંદીપનિ પરિસરમાં વિશાળ જગ્‍યામાં બનાવેલી યજ્ઞશાળામાં તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૭:૩૦થી ૧૨:૩૦ સુધી યજ્ઞસેના દ્વારા અતિ મહાવિષ્‍ણુયાગ સંપન્ન થશે.  તેમજ તા.૨૧/૦૧/૨૦૨૬ થી તા. ૨૫/૦૧/૨૦૨૬ સુધી પ્રતિદિન સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ સુધી યજ્ઞસેનાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષાોક્‍ત વિધિ વિધાન અનુસાર ૧૦૮ કુંડી અતિ મહાવિષ્‍ણુ યાગ સંપન્ન થશે.

ત્રિ દિવસીય હનુમંત યજ્ઞ

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવ નિમિત્તે તા.૨૧/૦૧/૨૦૨૬ થી તા.૨૩/૦૧/૨૦૨૬ પ્રતિદિન સવારે ૭:૩૦થી ૧૨:૩૦ સુધી યજ્ઞસેના દ્વારા શાષાોક્‍ત વિધિપૂર્વક સાથે હનુમંત યજ્ઞ સંપન્ન થશે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:37 AM IST)