તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
કચ્છનું ગૌરવ: જયપુરમાં આર્મી ડે પરેડમાં 36 ગુજરાત NCC બટાલિયન કચ્છની ચાર કેડેટ્સ સામેલ
આર્મીડે પરેડમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ-હરિયાણા - હિમાચલ તેમજ રાજસ્થાન એનસીસી ડાયરેક્ટરેટના કેડેટસે ભાગ લીધો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : ભારતીય થલસેનાના ગૌરવ અને સાહસને પ્રદર્શિત કરતી પરેડ આજે આર્મી ડેના રોજ જયપુર ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી હતી. આ આર્મીડે પરેડમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ-હરિયાણા - હિમાચલ તેમજ રાજસ્થાન એનસીસી ડાયરેક્ટરેટના કેડેટસે ભાગ લીધો હતો. જેમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર અંતર્ગતના 36 ગુજરાત એનસીસી બટાલિયન કચ્છની તોલાણી કોમર્સ કોલેજના ચાર કેડેટ્સે ગૌરવપૂર્ણ રીતે ભાગ લીધો હતો.
સિનિયર અન્ડર ઓફિસર જાડેજા હીનાબા અનિરુદ્ધસિંહ , કેડેટ પ્રજાપતિ નિકિતા કરશનભાઈ, કેડેટ ગોસ્વામી નંદની સુરેશગીરી અને કેડેટ બાલિયા રિયા હિતેશભાઈ જયપુરની આર્મી ડે પરેડની ગૌરવપૂર્ણ ક્ષણોમાં સંમિલિત રહ્યા હતા. 36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે આ તમામ કેડેટ્સને આર્મી ડે પરેડમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાષ્ટ્ર સેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
