News of Thursday, 15th January 2026
જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજા : જુઓ વિડીયો
ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં રહીને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંષ સેમ ૪ મા અભ્યાસ કરતો લાલપુર પંથકનો રાહુલ નામનો વિધાર્થીને ઈજા થતા સારવારમાં

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૫
જામનગરની ગવર્મેન્ટ. પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં તા. ૧૨ની રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વિદ્યાર્થી અકસ્માતે બીજા માળેથી પડી જતા તેને ગંભીર ઇજા થવાથી તત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ તેની સ્થિતી સુધારા તરફ હોવાનું જણાઈ રહ્યું છે.
શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં રહીને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંષ સેમ ૪ મા અભ્યાસ કરતો લાલપુર પંથકનો રાહુલ નામનો વિધાર્થી ગત તા. ૧૨ ની રાત્રે પોતાના રૂમ નંબર ૨૦૪ પાસેથી પસાર થતો હતો. આ વેળાએ એકાએક પગ લપસી જતા તે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો.
તેને ગંભીર ઇજા પહોંચતા હોસ્ટેલના વિધાર્થીઓને જાણ થઈ હતી. આથી ૧૦૮ ને જાણ કરતા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ઈજાચસ્ત વિદ્યાર્થીને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આઈસીયુમાં ખસેડાયો હતો. બીજી બાજુ આ મામલે વિધાર્થીના વાલીઓને પણ હોસ્પિટલ બોલાવી લેવાયા હતા. હાલ તેની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
