તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
જુનાગઢમાં બંગલા ગેંગના ૩ આરોપી હથિયારો સાથે ઝડપાયા
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની આગેવાનીમાં જુનાગઢ તાલુકા પોલીસની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧પઃ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા ના.પો.અધિ. રવિરાજસિંહ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દાખલ થયેલ ગુજસીટોકના ગુનાના નાસતા ફરતા આરોપીઓ તથા શરીરસબંધી ગુનાના નાસતા ફરતા આરોપીઓને સત્વરે શોધી કાઢવા સખત સુચના કરેલ હોય જે અન્વયે જુનાગઢ તાલુકા પો.સ્ટેના થાણા અધિકારી પો.ઇન્સ. એફ.બી.ગગનીયા તથા પો.સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા.
જેથી કમલેશ લખમણભાઇ ભારાઇ રબારી ઉવ. ૪૫ ધંધો સિકયુરીટી રહે. સરગવાડા બાપા સિતારામ મઢુલીની સામે તા.જી. જુનાગઢ, વિશાલ કાનાભાઇ ભારાઇ રબારી ઉવ.૨૮ ધંધો મજુરી રહે. સરગવાડા બાપા સિતારામ મઢુલીની સામે તા.જી. જુનાગઢ, જયેશ ઉર્ફે એભો મેરૂભાઇ ચાવડા રબારી ઉવ.૨૮ ધંધો માલઢોર રહે. જુનાગઢ ગીરનાર દરવાજા ચામુંડા ઢોરોની ધરપકડ કરીને હથીયારો જપ્ત કરેલ છે.
જયારે જયપાલ ખોડાભાઇ બઢ રહે. સરગવાડા ગામ તા.જી.જુનાગઢ, ભરત ખોડાભાઇ બઢ રહે. સરગવાડા ગામ તા.જી.જુનાગઢ, ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઇ બઢ રહે.સરગવાડા, જાદવ ઉર્ફે લાખો સાંગાભાઇ કુણ રહે.ગાંધીગ્રામ જુનાગઢની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી એફ.બી.ગગનીયા તથા સ્ટાફ એ.એસ.આઇ. સન્ની વાછાણી તથા હેડ કોન્સ. સુરેશભાઇ કારેથા, દેવેનભાઇ ચાવડા, સમીરભાઇ રાઠોડ, જેતાભાઇ દીવરાણીયા તથા પો.કોન્સ. કરણભાઈ જગુભાઈ, વિપુલભાઇ બોરીચા, રમેશભાઇ કરંગીયા, ગોવિંદભાઇ પરમાર, વનરાજસીંહ ભલગરીયા, નારણભાઇ કરમટા, યુતીનભાઇ પાડલીયા કરેલ છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
