<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

કોડીનાર પાસે થયેલ અકસ્‍માતનો ભેદ ખૂલ્‍યો : મૃતક થોરડીનો મુસ્‍લિમ શખ્‍સ : ટ્રક પોરબંદર પંથકનો

 

વેરાવળ, તા.૧૫: ગઇ તારીખ ૦૭/૦૧/૨૦૨૬ ના અજાણ્‍યા પુરૂષને રાત્રીના સમયે કોઇ અજાણ્‍યા વાહન ચાલકે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રોડ કોડીનાર.જલારામ હોટલથી થોડે આગળ હડફેટે લઇ કચડી નાખેલ હોય જે વાલી વારસ બાબતે હ્યુમન સોર્સ તથા લાશ પરના પુરાવોના આધારે વાલી વારસને શોધી કાઢી કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં સદર બનાવ રાત્રીના દોઢેક વાગ્‍યાથી બે વાગ્‍યાના સમયે સુમસામ રોડ પર બનેલ હોય તથા ઘટનાના કોઇ નજરે જોનાર સાહેદ પણ ના હોય,ગુનો ઉકેલવો મુશ્‍કેલ હતો. નેશનલ હાઇવે પરના વિવિધ ટોલનાકા, હોટલો, પેટ્રોલપંપ પરના સી.સી.ટી.વી. ફુટેજ આધારે અંદાજીત ૫૪ જેટલા અલગ અલગ વાહનોને તપાસી બનાવ સમયના વાહનની ટાઇમલાઇન તથા અલગ અલગ ૧૦૦ કરતા વધારે વ્‍યક્‍તિઓની પુછપરછ તેમજ સી.સી.ટી.વી.પુરાવા,ટેકનીકલ પુરાવા,બનાવ સ્‍થળનું ફોરેન્‍સીક નિરીક્ષણ,બનાવવાળી જગ્‍યાના પુરાવા વિગેરે એકત્રીત કરી તર્કબધ્‍ધ રીતે જોડી હીટ એન્‍ડ રન કરનાર વાહન ચાલક સુધી પહોંચી યુક્‍તિ પ્રયુક્‍તી તથા પુરાવાઓના આધારે તર્કબધ્‍ધ રીતે પુંછપરછ કરી આરોપી તથા વાહન શોધી કાઢી અનડીટેક્‍ટ ગુનો ડીટેક્‍ટ કરેલ છે.

જેમાં મરણ જનારઃ સૈયદભાઇ પુંજાભાઇ મકવાણા ઉ.વ.૫૪ રહે.થોરડી ગામ ઠે.હનુમાનપરા વિસ્‍તાર તા.ગીર ગઢડા છે અને પકડાયેલ આરોપી લાલાભાઈ રૈયાભાઇ ચાવડા ઉ.વ.૩૭ રહે.કડછ ગામ તા.જી.પોરબંદર અને વાહન ટાટા કંપનીનો ૧૬ વ્‍હીલનો ટ્રક રજી.નંબર જીજે-૨૫-યુ-૮૩૧૬ હોવાનું બહાર આવેલ છે. આ કામગીરી એમ.કે. વણારકા પોલીસ ઇન્‍સ્‍પેકટર,,પ્રફુલભાઇ જેસીંગભાઇ એ.એસ.આઇ,,રાહુલભાઇ જેસીંગભાઇ એ.એસ.આઇ.,મુકેશભાઇ જેસીંગભાઇ પો.હેડ કોન્‍સ.,રમેશભાઈ વાલાભાઈ પો.હેડ કોન્‍સ.,ભગવાનભાઇ જીણાભાઈ પોલીસ કોન્‍સ.,દોલુભા મનુભાઇ પોલીસ કોન્‍સ.,ભીખુશા બચુશા પોલીસ કોન્‍સ.,હરેન્‍દ્રસિંહ અમરસિંહ પોલીસ કોન્‍સ.,પ્રવિણભાઇ કરશનભાઇ પોલીસ કોન્‍સ.એ કરી હતી.

(1:23 PM IST)