<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

વિંછીયાના મોટામાત્રા ગામે પિતા-પુત્ર ઉપર ૪ શખ્‍સોનો કુહાડી-લાકડીથી હુમલો

ઘર પાસેથી પથ્‍થર લેવા બાબતે ચાર શખ્‍સો તૂટી પડયા

રાજકોટ તા.૧૨: વિંછીયાના મોટામાત્રા ગામે ઘર પાસેથી પથ્‍થર લેવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી પિતા-પુત્ર ઉપર ૪ શખ્‍સોએ કુહાડી- લાકડીથી હુમલો કર્યો હતો. મળતી વિગતો મુજબ પ્રવિણભાઇ વેળાભાઇ જળુ ઉ.વ. રપ રે. મોટામાત્રા તા. વિંછીયા એ આરોપી (૧) સત્‍યરાજ ઉર્ફે સતુ અમકુભાઇ ખાચર, (ર) બળવીરભાઇ નનકુભાઇ ખાતર, (૩) કાનાભાઇ નકાભાઇ શેખ તથા (૪) રણજીતભાઇ નનકુભાઇ ખાર રહે. ચારેય મોટામાત્રા તા. વિંછીયા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી તથા તેના પિતાજી પોતાનું મોટર સાયકલ લઇ વાડીએ ભેંસો દોહિને પોતાના ઘરે જતા હતા ત્‍યારે ભગુભાઇ ભરવાડના ફરજા પાસે પહોંચતા આરોપી સત્‍યરાજ ઉર્ફે સતુ અમકુભાઇ ખાચરે ફરીયાદને ડાબા હાથ પર લાકડી મારતાં ફરીયાદ તથા તથા તેના પિતાજી મોટર સાયકલ પરથી પડી જતા ફરીયાદીને ડાબા હાથ પર મુઢ ઇજા કરેલ તથા આરોપી (ર) બળવીરભાઇ નનકુભાઇ ખાચરે કુહાડીથી ફરીયાદીને ડાબા તથા જમણા પગમાં ઢીંચણથી નીચે એક એક ઘા મારેલ લોહી નીકળે તેવી ઇજા કરેલ તેમજ આરોપી કાનાભાઇ નકાભાઇ શેખે કુહાડીથી ફરીયાદીના પિતાજીને ડાબા તથા જમણા પગમાં ઢીંચણથી નીચે તથા ડાબા પગમાં એડી.થી ઉપર એક એક ઘા મારેલ લોહી નીકળે તેવી ફરીાયદીને ઇજા કરેલ તથા આરોપી રણજીતભાઇ નનકુભાઇ ખાચરે લાકડીથી ફરીયાદીના પિતાજીને જમણા હાથમાં કોણી પાસે એક ઘા મારી કરી હતી. વિંછીયા પોલીસે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:54 AM IST)