તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
ઉપલેટાના મુરખડા ગામના બે શખ્સોએ ખેડૂતના નામની પેઢી ઉભી કરી બોગસ પેઢી સાથે કરોડોના વ્યવહારો કર્યા!
કુતિયાણાના ખેડૂતને જીએસટી દ્વારા નોટીસ મળતા કૌભાંડનો પર્દાફાશ થયો? ખેડૂત ઉપર ચેક રિટર્નનો કેસ કરી દબાવવાનો પ્રયાસ કર્યોઃ ૩ શખ્સો સામે ઉપલેટા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧રઃ ઉપલેટાના મુરખડા ગામના બે શખ્સો સહિત ત્રણએ કુતિયાણાના ખેડૂતના નામની પેઢી ઉભી કરી તેમની બોગસ પેઢીઓ બનાવી કરોડોનો વ્યવહારો કરી છેતરપીંડી કરતા ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
કુતિયાણામાં જુના જકાતનાકા તાલુકાશાળા પાસે તલાવળી વિસ્તારમાં રહેતાં મેરૂભાઇ માલદેભાઈ ભુતીયા (ઉ.વ.૫૧) એ ઉપલેટા પોલીસમોં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયદીપ વેલજી ગોહેલ, નિકુંજ વેલજી ગોહિલ (રહે.બંને મુરખડા) અને નિખિલ વેકરીયાનું નામ આપતાં ઉપલેટા પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ ખેતીકામની સાથે કુતીયાણામા જય વચ્છરાજ ટ્રેડીંગ નામે પોરબંદર રોડ દેવડા નાકા પાસે આવેલ પેઢીમાં મગફળી તથા ઘઉં વગેરેની છુટક દલાલી કરતાં હતા. જે પેઢીને જી.એસ.ટી. વિભાગ તરફથી નોટીશ આવતા આ પેઢી બંધ કરી દિધેલ છે.
વર્ષ ૨૦૧૮ થી તેઓ છુટક ખેતીપાકની દલાલી કરતાં હતા તે વખતે વર્ષ ૨૦૧૯ માં પુષ્કર ઇન્ડસ્ટ્રીઝ મુરખડા વાળા જયદીપ ગોહેલ પરીચયમા આવેલ અને ત્યારબાદ ખેડુતો પાસેથી માલ ખરીદી કરી તેને માલ સપ્લાય કરતો હતો. આમ તેની સાથે વ્યપારીક સંબંધ થયેલ હતા. દરમ્યાન આ જયદીપ ગોહેલએ જણાવેલ કે, તમે પેઢી ખોલી ધંધો ચાલુ કરો તો તમને વધારે ફાયદો થશે, જેથી તેઓને કહેલ કે, મને તેમા કાઈ ખબર ન પડે, મારે હિસાબ કિતાબ કઇ રીતે રાખવા અને જીએસટી કઈ રીતે ભરવી આ અંગે મને કાઈ આવડતું નથી, તો તેને કહેલ કે, હુ તમને પેઢી બનાવી તમામ સરકારી -ોસીજર કરી આપુ, તમામ રીતે તમારી પેઢી હુ એજન્ટ તરીકે ચલાવી આપીશ આમ કહેતા તેના પર વિશ્વાસ કરી પેઢી ખોલવાની હા પાડતા તેમના ડોકયુમેન્ટ પરથી જય વચ્છરાજ પેઢી બનાવી આપેલ અને તે પેઢીના જીએસટી લાયસન્સ પણ લઈ આપી જણાવેલ કે, જીએસટીને લગત કાઇ પણ કામ હોય તો ડાયરેકટ મેતાજી કરી નાખશે તમારે કાઈ ઉપાદી નહી રહે એમ જણાવી જીએસટી એકાઉન્ટમા તેના મેતાજી નીખીલ વેકરીયાના ના મોબાઈલ નંબર લખાવેલ હતા.
આ પેઢીનુ ઉપલેટા બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી આરોપીએ કહેલ કે, આપણે બેન્ક દ્રારા કાઇ પણ વ્યવહાર કરવાનો હોય તો હું અહી ઉપલેટા જ હોય જેથી તાત્કાલીક હું વ્યવહાર કરી શકુ. માટે આ એકાઉન્ટમાં પોતાનું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઈલ નંબર ફોર્મમા ભરાવેલ હતા. જેથી જયદીપ ગોહેલ તથા તેના મેતાજી નિખીલ વેકરીયા દ્રારા અગાઉથી જ છેતરપીંડી કરવાનુ કાવત્રુ રચેલ હતુ. ફરીયાદીને ચેક બુક આવતા જયદીપ ગોહેલે કહેલ કે, આપણે કયારેય ચેક દેવાનો થાય તો તમારે અહી ધક્કા ખાવા પડે જેથી તમે તમારી આ ચેક બુકમા સહી કરી મને આપી દો.
જે બાદ જીએસટી કચેરી પોરબંદર તરફથી આ જય વચ્છરાજ પેઢી દ્રારા વાઘેલા એન્ટર-ાઇઝ, હીર એન્ટર-ાઈઝ તથા -યિા એન્ટર-ાઇઝ સાથે ખોટી સપ્લાય તથા ખરીદી દર્શાવેલ હોય જે અંગે વ્યાજ પેનલ્ટી અને અન્ય રકમ ભેગી રૂ. ૧૬ લાખ ટેક્ષ ભરવાની નોટીશ મળેલ હતી. જેથી આ અંગે જયદીપ વેલજીભાઇ ગોહેલને વાત કરતા જણાવેલ કે, આ બીલીંગ મે બનાવેલ છે અને તેના પૈસા હુ ભરી દઈશ તમે મારા મેતાજી સાથે જીએસટી કચેરી ખાતે જઈ ટેક્ષ ભરવા માટે ૧૦ દિવસનો સમય લઇ આવો તે ટેક્ષ હુ ભરી દઇશ. જેથી ૧૦ દિવસનો સમય લીધેલ હતો.
દશેક દિવસ બાદ આ જયદીપ ગોહેલને ટેક્ષ ભરવાનુ કહેતા કહેલ કે, મારા પૈસા તમારી પાસેથી નિકળે છે, જેથી તમે ટેક્ષ ભરી દો મારે કાઇ લેવા દેવા નથી કહેતાં તેને કહેલ કે, તારા મારી પાસેથી શેના પૈસા નિકળે છે, આપણે હિસાબ કરી લઇએ કહેતા તેને હા પાડતાં જયદીપ ગોહેલના પુષ્કર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હતા. ત્યા હિસાબ કરતા જયદીપ ગોહેલએ વિસ્તારના માણસો પાસેથી માલની ખરીદી કરેલ હોય તે અંગેના પૈસા ચુકવવા માટે ફરીયાદીનાં એકાઉન્ટમા કટકે કટકે રૂ.૩૫.૨૨ લાખ જમા કરાવેલ અને રોકડા ઉપાડી ખેડુતોને આપી દેવા જણાવેલ હતું, જે અલગ અલગ ખેડૂતોને કુલ રૂ.૪૦.૧૧ લાખ ચૂકવેલ હતાં. છતા આ આરોપીએ કહેલ કે, આ કાયદેસરના પૈસા હું તમારી પાસેથી માંગુ છુ, તે આપી દો એટલે હુ ટેક્ષ ભરી દઉં અથવા તો ટેક્ષ ભરી તેમાંથી વધે તે રકમ મને ચુકવી આપો તેમ જણાવેલ હતું.
જેથી આ જયદીપભાઇ ગોહેલને કહેલ કે, તે જે પૈસા એકાઉન્ટમાં જમા કરાવેલ તે ખેડૂતો તથા વેપારીઓને રોકડા ચુકવી આપેલ છે. તો આરોપીએ કહેલ કે, હુ કાઈ ન જાણુ તારી પેઢીનો ટેક્ષ છે તે તારે જ ભરવાનો છે. દશેક દિવસ બાદ તેની પાસે કોરા ચેકમા સહી કરેલ ચેક બુક હોય તેમાંથી તેને રૂ.૩૫,૮૦, ૮૬૬ નો ચેક તેના બેંક એકાઉન્ટમાં નાખી ચેક રીટર્ન કરાવી ઉપલેટા કોર્ટમા ચેક રીટર્નની ખોટી ફરીયાદ કરેલ છે.
આ જયદીપ ગોહેલ પાસે કોરા ચેકમા સહી કરેલ ચેક બુક હોય તેમાંથી તેને રૂ. ૩૫,૮૦,૮૬૬ નો ચેક તેના બેંકમાં નાખી ચેક રીટર્ન કરાવી ઉપલેટા કોર્ટમા ચેક રીટર્નની ખોટી ફરીયાદ કરેલ છે. જે રકમ તથા તારીખ તેઓએ એકાઉન્ટમા જમા કરાવેલની વિગત દર્શાવેલ તે રકમ જયદીપ ગોહેલ તથા તેના ભાઇ વિપુલ ગોહેલ દ્રારા ઉપાડી લેવામા આવેલ છે. તેમજ આરોપીઓએ કોરા ચેકમા સહીઓ કરી આપેલ હતા તેનો દુરઉપયોગ કરી મારી જાણ બહાર બોગસ પેઢીઓ સાથે વ્યવહાર કરી આર.ટી.જી.એસ.ની સ્લીપોમા ખોટી સહીઓ કરી તે સ્લીપોનો ખરા તરીકે ઉપયોગ કરી જય વચ્છરાજ ટ્રેડીંગમા પોતાની પુષ્કર ઇન્ડસ્ટ્રીઝમાંથી રકમ જમા કરી તે રકમ આ ઉપાડી લઈ બોગસ પેઢીઓ સાથે ખોટી સપ્લાય તથા ખરીદી દર્શાવીને છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલિસે તપાસ આદરી હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
