તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 12th January 2026
કચ્છ-સૌરાષ્ટ્ર માટે યેલો એલર્ટ
કોલ્ડ ડે અને કોલ્ડવેવ જેવી તિવ્ર ઠંડી : દેશ મધ્યે એન્ટી સાયકલોન સીસ્ટમને પગલે સૌરાષ્ટ્ર કરતા કચ્છમાં વધુ ઠંડી

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. ગુજરાતમાં બીજી જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થઇ ને હવે દિવસે પણ ઠંડીનો પ્રભાવ વધતા કોલ્ડ ડે અને કોલ્ડવેવ જેવી કડકડતી ઠંડી અનુભવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અત્યાર સુધી ગુજરાત માટે કોઇ પણ એલર્ટ વિના માત્ર ગ્રીન કલર જ દર્શાવાઇ રહ્યો હતો તેમાં પરિવર્તન આવીને ગઇકાલથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રને યેલો એલર્ટ માં દર્શાવ્યા છે. જે આજે ૧ર મી તારીખ સુધી છે. જો ઠંડી વધશે તો આઇએમડી દ્વારા આ એલર્ટ લંબાઇ પણ શકે છે. દેશ મધ્યે મજબૂત એન્ટી સાયકલોન સીસ્ટમ હોઇ ગુજરાત પર ઉત્તરના સીધા પવનો આવવાને બદલે આ પવનો પૂર્વ અને દક્ષિણ તરફ ચકરાવો લઇ પછી ગુજરાત તરફ આવી રહ્યા છે. જયારે કચ્છમાં સીંધ રણ પ્રદેશ થઇ સીધા ઉત્તરના પવનો વહી રહ્યા હોઇ, કચ્છમાં સૌરાષ્ટ્રથી વધુ ઠંડી પડી રહી છે. બંગાળની ખાડીવાળી સીસ્ટમ જે ડીપ ડીપ્રેશન કેટેગરી સુધી મજબુત બની હતી તે હવે નબળી પડીને માત્ર સકર્યુલેશન સ્વરૂપે સ્થિત હોઇ, તેનો પ્રભાવ તામિલનાડુમાં વરસાદ વરસાવી રહેલ છે.
નવું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ૧૬ જાન્યુઆરી આસપાસ દસ્તક દેશે. તે સમયે બે-ત્રણ દિવસ ઠંડીમાં આંશિક ઘટાડો ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં તે સમયે અરબ સાગરથી પવનો વહેતા થશે જે ઠંડી ઘટાડશે.
ર૦ જાન્યુઆરી બાદ દેશ મધ્યે એન્ટી સાયકલોન સીસ્ટમ ગાયબ થશે અને ઉત્તરના સીધા ઠંડા પવનો ગુજરાત પર ઠંડીનો પ્રકોપ વધારશે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
