<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

ભાવનગરમાં પતંગ લૂંટવા જતા વિજ શોક લાગવાથી બાળકનું મોત: બે બાળકીઓને ઇજા

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૨ઃ માતા-પિતા માટે લાલબત્તી સમાજ કિસ્સો ભાવનગરમાં બન્યો છે જેમાં પતંગ લૂંટવા જતા ઇલેકટ્રીક શોક લાગવા થી એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે બે બાળકીઓને ઇજા પહોંચી છે.

 વિગતો અનુસાર શીતળા માતાના મંદિર પાસે ખોડીયાર નગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટી રહ્યા હતા તે સમયે નિકુંજ ગોકુળભાઈ મકવાણા નામના ૧૨ વર્ષના બાળકને ઇલેકટ્રીક શોક લાગ્યો હતો. જેની સાથે ૧૩ વર્ષની બાળકી સેજલ મકવાણા અને ૧૫ વર્ષની બાળકી ખુશી મકવાણા ને પણ ઇલેકટ્રીક શોક લાગ્યો હતો, જે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબો એ નિકુંજ મકવાણા ને તપાસી મૃત જાહેર કર્યો, જયારે બંને બાળકીઓને સારવારમાં ખસેડવામાં આવી. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

(11:00 AM IST)