<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

અમરગઢ વાડી વિસ્‍તારમાંથી બેભાન હાલતમાં મળેલા અજાણ્‍યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો કુવાડવા પોલીસનો સંપર્ક કરવો

 

રાજકોટ તા. ૧૨: કુવાડવા તાબેના ભીચરી નજીક અમરગઢના વાડી વિસ્‍તારમાં દલસુખભાઇની વાડી પાસેથી અજાણ્‍યો આશરે ૪૦ થી ૪૫ વર્ષનો પુરૂષ અર્ધબેભાન બેભાન મળતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. લક્ષમણભાઇ મહાજને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ પુરૂષ સવાભાઇના નામથી ઓળખાતો હતો. બિમારીથી તેનું મૃત્‍યુ થયાનું ખુલ્‍યું હતું. મૃતકના વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો ૬૩૫૯૬ ૨૭૪૨૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(10:56 AM IST)