News of Sunday, 11th January 2026
જામનગરમાં જાહેર માર્ગ પર સ્ટંટ કરનાર સ્ટંટબાજ ઝડપાયા : પોલીસે બાઈક સહિત 4 શખ્સો અને 2 કિશોરોને ઝડપી લીધા
સ્ટંટબાજો પાસે માફી મગાવી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા : ચીચીયારીઓ કરી શખ્સોએ જાહેરમાં બાઈકના સ્ટંટ કર્યા હતા.

જામનગર: જાહેર માર્ગ પર સ્ટંટ કરનાર સ્ટંટબાજને પોલીસે ઝડપી પાડ્યા છે બાઈક સહિત 4 શખ્સો અને 2 કિશોરોને ઝડપી પાડ્યા છે . સ્ટંટબાજો પાસે માફી મગાવી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા . ચીચીયારીઓ કરી શખ્સોએ જાહેરમાં બાઈકના સ્ટંટ કર્યા હતા. વાયરલ વીડિયોને આધારે પોલીસે તપાસ કરી શખ્સોને ઝડપ્યા છે . વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ કરી હતી . જેમાં વીડિયો 26 ડિસેમ્બરે જામનગર શહેરના નાગનાથનું નાકુ વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો. વીડિયોને આધારે બાઇક સહીત કુલ 4 ઇસમો તથા 2 કિશોરોને ઝડપી પાડ્યા છે . સ્ટંટ કરનાર શખ્સો સામે BNS તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે .
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
