તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
જૂનાગઢમાં ફટાકડાનું ગેરકાયદે ગોડાઉન ઝડપાયું
અંદાજે રૂ. 32 લાખ 63 હજાર 673 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

જૂનાગઢ: શહેરમાં ફટાકડાના ગેરકાયદે સંગ્રહ સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે તંત્રએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. અંદાજે રૂ. 32 લાખ 63 હજાર 673 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ગોડાઉન માલિક નયન ભાયાણીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
