<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર, પિપળિયા ખાતે psp પ્રોજેક્ટના ચેરમેન પ્રહલાદભાઈ પટેલની પ્રેરણાદાયક મુલાકાત

આજે psp પ્રોજેક્ટના ચેરમેન તથા મેનેજિગ ડિરેક્ટર શ્રી પ્રહલાદભાઈ શિવરામભાઈ પટેલે શ્રી સત્ય સાઈ વિદ્યામંદિર, મોરબી , પિપળિયા ખાતે શુભ મુલાકાત લીધી. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ શાળાની કામગીરી, સંચાલન અને સેવાભાવી પ્રવૃત્તિઓથી અત્યંત પ્રભાવિત થયા.

શ્રી સત્ય સાઈ વિદ્યામંદિર દ્વારા અનાથ તથા જરૂરિયાતમંદ દીકરીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક ગર્લ્સ હોસ્ટેલ ચલાવવામાં આવી રહી છે, જે સમાજ માટે ઍક અનોખું અને પ્રશંસનીય કાર્ય છે. શિક્ષણ સાથે સંસ્કાર, સ્વચ્છતા અને શિસ્તને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવે છે તે જાઈ શ્રી પ્રહલાદભાઈ પટેલ ભાવવિભોર થઈ ગયા.

psp પ્રોજેક્ટ ઍક ઍવી સંસ્થા છે જે ‘નવતર વિચારસરણી અને ગુણવત્તાના આધારે ઝડપથી વિકસતી કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની’ તરીકે જાણીતી છે. આવી પ્રતિષ્ઠિત સંસ્થાના વડાઍ શાળાની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, ‘આ સંસ્થામાં દરેક વ્યક્તિમાં સાઈ સંસ્કૃતિ જીવંત થઈ રહી છે. જાળવણી, સ્વચ્છતા અને વ્યવસ્થાપનની ગુણવત્તા સર્વોત્તમ છે. અહીંની સકારાત્મક ઊર્જા અને સારા વાયબ્રેશન્સ  ખૂબ જ સરસ અનુભવ કરાવે છે.’

તેમણે આગળ જણાવ્યું કે,

‘સંપૂર્ણ હૃદયપૂર્વકની ભક્તિ, નિષ્ઠા અને મહેનત સાથે આટલું મોટું સેવાકાર્ય થતું જાઈને ગર્વ અનુભવાય છે. આ ખરેખર અનુસરણયોગ્ય ઉદાહરણ છે.’

શ્રી પ્રહલાદભાઈ પટેલની આ મુલાકાત શાળા પરિવાર માટે પ્રેરણારૂપ બની રહી અને સમાજમાં સેવાભાવના કાર્યને વધુ બળ આપનાર સાબિત થઈ.

 

 

(5:25 PM IST)