News of Saturday, 10th January 2026
કુવાડવાના ખીજડીયામાં કામ કરતી વખતે કૂવામાં પડી જતાં મજૂરનું મોત
મુળ રાજસ્થાનના કુશાલસિંહ ભાટીએ કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં દમ તોડયો : પોસ્ટમોર્ટમ નથી કરાવવું કહી સસરા સંમતિ પત્ર આપી મૃતદેહ લઇ ગયાઃ મધરાતે ફરીથી મૃતદેહ લાવતાં પોસ્ટમોર્ટમ કરાયું

રાજકોટ તા. ૧૦: કુવાડવા તાબેના ખીજડીયા ગામે મજૂરી કામ કરતી વખતે રાજસ્થાનનો યુવાન કૂવામાં પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં અન્ય મજૂરોમાં, પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. જો કે આરોગ્ય કેન્દ્ર ખાતે તેને તબિબે મૃત જાહેર કરતાં પોસ્ટમોર્ટમ નથી કરાવવું કહી સંમપતી પત્રક આપી મૃતદેહ લઇજવાયો હતો. બાદમાં ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવા મૃતદેહ લાવવામાં આવતાં પોલીસને જાણ કરાઇ હતી.
જાણવા મળ્યા મુજબ ખીજડીયા ગામમાં ધમલપર રોડ પર કૂવા પર મજુરી કામ કરતી વખતે કુશાલસિંહ બલદેવસિંહ ભાટી (ઉ.વ.૪૦) અકસ્માતે કૂવામાં પડી જતાં માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં તેને સારવાર માટે કુવાડવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ અહિ તેને તબિબે મૃત જાહેર કર્યો હતો. આ વખતે મૃતકના સસરા બાબુસિંહ ધનસિંહે ગહલોતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું નથી તે મુજબનું લખાણ કરી સંમતી પત્રક આપ્યું હતું અને ત્યાંથી જતાં રહ્યા હતાં.
જો કે બાદમાં તા. ૧૦ના રાતે ત્રણ વાગ્યે ફરીથી કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પોસ્ટમોર્ટમ કરાવવાની વાત કરતાં તબિબે કુવાડવા રોડ પોલીસમાં મૃત્યુ નોંધ કરાવતાં હેડકોન્સ. લક્ષમણભાઇ એસ. મહાજને જરૂરી કાર્યવાહી કરી હતી.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
