તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો: ઠંડી ના પારો નીચે સરકીને સિંગલ ડીઝીટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો
કાતિલ ઠંડીને લઈને આજે સવારે ઠંડીનો પારો ૧૦.૦ ડિગ્રીએ પહોંચી જતાં મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ: ભેજ અને પવન પણ વધ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૦ : જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડી એ સપાટો બોલાવી દીધો છે, અને ઠંડીનો પારો નીચે સરકી ને સિંગલ ડીજીટ ની નજીક પહોંચી જતાં ૧૦.૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે, અને મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. સાથોસાથ ભેજ નું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા છે. હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
હાલમાં મકરસંક્રાંતિ નો તહેવાર નજીક આવતો જાય છે, પરંતુ ઠંડીએ હવે રંગ દેખાડવાનું શરૂ કર્યું છે, અને ઠંડી નો પારો નીચે સરકીને સિંગલ ડીઝીટ ની નજીક ૧૦.૦ ડિગ્રી સુધી પહોંચી જતાં મોસમ નો સૌથી ઠંડો દિવસ રહ્યો છે.
સાથોસાથ ભેજ નું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થઈ જતાં લોકો થરથર કાંપ્યા છે, અને તાપણાં નો સહારો લેવો પડ્યો છે,અને લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને દિવસ દરમિયાન પ્રતિ કલાકના ૨૦.૦ થી ૨૫.૦ કિ.મી ની ઝડપે ઠંડો બરફીલો પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે વહેલી સવારે ઝાકળ નું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું હોવાથી ધુમ્મસ ભરી સવાર જોવા મળી રહી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ના જણાવાયા અનુંસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૦.૦ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૩.૦૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના ૨૦.૦ થી ૨૫.૦ કી.મી ની ઝડપે રહી હતી.
મોસમનો સૌથી નીચું તાપમાન ૧૦ ડીગ્રી રહેવાના કારણે ગઈ રાત્રે શહેરના માર્ગો સુમસામ નજરે પડતા હતા, તેમ જ આજે વહેલી સવારે પણ લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી. જ્યારે રાત્રિના સમયે તાપણાં નો સહારો લેવો પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
