<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

પોરબંદરના ભંગારના ડેલામાં શોર્ટ સર્કીટથી ભીષણ આગઃ એકથી દોઢ લાખનું નુકશાન

મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સમયસર આવીને આગને કાબુમાં લીધીઃ જાનહાનિ નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: એસ.ટી. રોડ ઉપર ભંગારના ડેલામાં રાત્રે ભીષણ આગ લાગતા અંદાજે એક થી દોઢ લાખનું નુકશાન થયું છે ભંગારના ડેલામાં ઇલેકટ્રીક સ્‍વીચ બોર્ડમાં શોર્ટ થયા બાદ આગ લાગ્‍યાનું બહાર આવ્‍યું છે.

ભંગારના ડેલામાં આગ લાગતા ભંગાર સાથે રહેલ અન્‍ય માલ સમાન બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગ્‍યાની જાણ મહાનગરપાકિલાને કરતા મહાનગરપાકિલા ફાયર વિભાગની ટીમ સમયસર પાણીના બંબા સાથે આવીને એક કલાક પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. રાત્રીના ભંગારના ડેલામાં આગ લાગતા કોઇ હાજર ન હોય જાનહાનિ ટળી છે.

મહાનગરપાલિકા કમિશનર હસમુખ ભાઇ પ્રાપતિના સૂચનાથી મહાનગરપાલિકા ડેપ્‍યુટી કમીશનરો મનન ચતુર્વેદી અને હર્ષભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ફાયર ટીમે આગને કાબુમાં લીધી હતી.

ભંગારના ડેલાની બાજુ ખાનપાનની દુકાન હોય અને ૪ ગેસના બાટલા હતા આગને સમયસર બુઝાવી નાખતા આગ આગળ વધતી અટકી હતી.

રહેણાંક વિસ્‍તારમાં ધંધાકીય હેતુ માટેની મંજૂરી નહી આપવા લોક માગણી ઉઠી છે.

 

(12:03 PM IST)