<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ઉપલેટામાં ચાલતા મેગા મેડિકલ સર્જીકલ કેમ્‍પની મુલાકાતે આવેલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું આયોજકો દ્વારા સ્‍વાગત : નપા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિતના આગેવાનોની હાજરી

 

 ઉપલેટા : સૌરાષ્‍ટ્ર સર્વોદય ટ્રસ્‍ટ દ્વારા કોટેજ હોસ્‍પિટલ ખાતે વિના મુલ્‍યે ચાલતા ૨૩ માં મેગા મેડિકલ સર્જીકલ કેમ્‍પ ની શુભેચ્‍છા મુલાકાતે આવેલા પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ ધડુકનું આ ટ્રસ્‍ટ ના પ્રમુખ નલીનીબેન સોલંકી તથા ડો. પિયુષભાઈ ટોલીયા, મનોજભાઈ સોલંકી વિગેરેએ ફુલહારથી સ્‍વાગત કર્યુ હતુ. આ પ્રસંગે નપા ના પ્રમુખ વર્ષાબેન ગજેરા જિલ્લા ભાજપના રવિભાઈ માકડીયા, જયેશભાઈ ત્રિવેદી, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, દાનવીર ગુણવંતભાઈ રાણીંગા, સ્‍કુલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા આગેવાનો ભુપતભાઈ ગજેરા, જગદીશભાઈ ગણાત્રા, મિલનભાઈ ગજેરા, ભરતભાઈ સોજીત્રા, અશોક ચંદ્રવાડીયા, ચંદ્રેશ વ્‍યાસ, હિતેશ સોલંકી આગેવાનો તબીબો વિગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. રમેશભાઈ ધડુકે કેમપની વ્‍યવસ્‍થા અને ગરીબ દર્દીઓ પ્રત્‍યેના આવા મહાન કાર્ય કરવા બદલ ટ્રસ્‍ટના મોભી નલીનીબેન સોલંકી તથા સેવાના સાથીઓને અભિનંદન આપી બીરદાવેલ હતા. (તસ્‍વીર : ભોલુ રાઠોડ ઉપલેટા)

(12:01 PM IST)