<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં ચાઈનીઝ દોરી વેચતા બે આરોપી સકંજામાં

આરોપીઓ અગાઉ પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હતા: બોરતળાવ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી

ભાવનગરઃ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓને ત્યાં પોલીસનો સપાટો. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા. કુંભારવાડા વિસ્તારમાં ચાઈનીઝ દોરી વેચતા બે આરોપી સકંજામાં આવ્યા છે. આરોપીઓ અગાઉ પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હતા. બોરતળાવ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. કેટલા લોકો સુધી ચાઈનીઝ દોરી પહોંચાડવામાં આવી છે અને આરોપી ક્યાંથી ચાઈનીઝ દોરી લાવ્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(11:39 AM IST)