<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

જામનગરના મહારાજાની અખંડ રાષ્‍ટ્રભાવનાનું શિલ્‍પિત સ્‍મરણ એટલે સોમનાથનો ‘દિગ્‍વિજય દ્વાર'

સોમનાથ નવનિર્માણમાં જામનગરના જામ સાહેબ દિગ્‍વિજયસિંહજી અને ‘દિગ્‍વિજય દ્વાર'નું અનેરૂં ઐતિહાસિક મહત્‍વઃ દિગ્‍વિજયસિંહજી સોમનાથ ટ્રસ્‍ટના પ્રથમ પ્રમુખ બન્‍યા અને આજીવન આ પદ પર રહીને તેઓએ સેવા આપી

 

 (દિપક કક્કડ દ્વારા) પ્રભાસપાટણ, તા.,૧૦ : આજે જ્‍યારે સમગ્ર દેશ સોમનાથ સ્‍વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્‍યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્‍વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે.ભારતની અખંડ ચેતનાના પ્રતીક સમાન સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્‍થર સમાન રહ્યો છે.

ભારત આઝાદ થયા બાદ જ્‍યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્‍પ લેવાયો, ત્‍યારે સૌરાષ્‍ટ્રના રાજપ્રમુખ તરીકે મહારાજા દિગ્‍વિજયસિંહજીએ માત્ર શાસકની જ નહીં, પણ એક જાગળત સંસ્‍કળતિ રક્ષકની ભૂમિકા ભજવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે તેમણે વહીવટી દ્રઢતા અને નૈતિક સમર્થન પૂરું પાડ્‍યું હતું.

જમીન સંપાદનથી લઈને સુરક્ષા વ્‍યવસ્‍થા સુધીની તમામ જટિલ બાબતોમાં તેમણે રાષ્‍ટ્રીય ગૌરવને અગ્રિમતા આપી હતી.

કાળના પ્રવાહમાં શાસકો બદલાય છે, પરંતુ સંસ્‍કળતિ કાજે સમર્પિત વ્‍યક્‍તિત્‍વો અમર થઈ જાય છે. મહારાજા દિગ્‍વિજયસિંહજીના કાર્યો આજે દિગ્‍વિજય દ્વાર સ્‍વરૂપે અડીખમ ઊભા રહીને આવનારી પેઢીઓને રાષ્‍ટ્રભક્‍તિ અને સેવાના પથ પર ચાલવાની પ્રેરણા આપી રહ્યા છે.

સોમનાથ અને જામ સાહેબનું આ અતૂટ અનુસંધાન ભારતીય ઇતિહાસના સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. (૪.૪)

(11:54 AM IST)