તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 10th January 2026
ઉપલેટા આદર્શ સોસાયટી પાસે રૂા.૬૨ હજારના દારૂ ભરેલી કાર સાથે અજીત અને કિશન પકડાયા
રૂરલ એલસીબીના એ.એસ.આઇ. શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેડકોન્સ કોૈશીકભાઇ જોષી અને અરવિંદસિંહ જાડેજાની બાતમીઃ રૂા.૬લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા.૧૦: ઉપલેટાના કોલકી રોડ પર આદર્શ સોસાયટી પાસે રૂરલ એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૬૨ હજારના વિદેશીદારૂ ભરેલી કાર સાથે ઉપલેટાના બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ઉપલેટાના કોલકી રોડ પર એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની રૂરલ એલસીબીના એ.એસ.આઇ. શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેડકોન્સ કોૈશીકભાઇ જોષી અને અરવિંદસિંહ જાડેજાને બાતમી મળતા ઉપલેટા કોલકી રોડ આદર્શ સોસાયટીમાં જવાના રસ્તે દરોડો પાડી રૂા. ૬૨,૭૪૦ની કિંમતની વિદેશી દારૂની ૨૦૭ બોટલ ભરેલી કારમાંથી ઉપલેટા બસ સ્ટેન્ડ પાછળ આદર્શ સોસાયટી શેરી નં. ૩ના અજીત દિનેશભાઇ માંકડ સ્વામીનારાયણ સોસાયટી ભગવતી પાર્ક-૧ના કીશન સંગ્રામભાઇ સોલંકીને પકડી લઇ દારૂનો જથ્થો તથા બે મોબાઇલ ફોન અને કાર મળી રૂા. ૬,૦૨,૭૪૦નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી એલસીબીના પીઆઇ બી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.સી. ગોહીલ, આર.વી. ભીમાણી, એ.એસ.આઇ. શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અનિલભાઇ બડદોકીયા, હેડકોન્સ. અરવિંદસિંહ જાડેજા, કોૈશીકભાઇ જોષી, અબ્દુલભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
