તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
ગોંડલના ફાયર ઓફિસર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા
પેટ્રોલપંપની ફાયર એનઓસી આપવા નાણા માંગ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦:પાલિકા નાં ફાયર સ્ટેશન નાં ફાયર ઓફિસર રૂા.૫૦ હજાર ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો માં રંગેહાથ ઝડપાતા નગરપાલિકા વર્તુળોમાં ચકચાર જાગી હતી. અને લાંચીયા અધિકારીઓ માં ફફડાટ ફેલાયો હતો.
ફાયર ઓફિસર સંજયભાઈ વાસાણીને ભરુડી ટોલનાકા પાસે એક હોટલ માં લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. પેટ્રોલ પંપ ધરાવતા અરજદાર ને ફાયર એનઓસી ની ત્રણ ફાઇલો મંજુર કરવા લાંચ ની માંગ કરી હતી.પરંતુ અરજદાર આપવા માંગતા ના હોય એસીબી નો સંપર્ક કરી ફરિયાદ કરી હતી.
દરમિયાન એસીબી દ્વારા લાંચ નું છટકુ ગોઠવતા ગોંડલ થી કાર લઈ ટોલનાકા નજીક ની હોટલ પર લાંચ ની રકમ લેવા આવેલા સંજય વાસાણી પૈસા લેતા છટકા માં આબાદ ફસાયા હતા.એસીબી નાં વડા પિયુષ પટેલ નાં અભિયાન હેઠળ તથા ડેપ્યુટી ડાયરેક્ટર બલદેવસિંહ વાઘેલા તથા જે.ડી.મેવાડાનાં માર્ગદર્શન હેઠળ પીઆઇ. આર.આર.સોલંકી એ કાર્યવાહી હાથ ધરી હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
