<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

કચ્છના વરસામેડી ગામે વેલસ્પન હોસ્ટેલમાં રહેતી યુપીની યુવતીનો આપઘાત

૨૨ વર્ષીય યુવતી કરિશ્મા રામજીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કચ્છના અંજારમાં વરસામેડી ગામે વેલસ્પન હોસ્ટેલમાં રહેતી ઉત્તરપ્રદેશની ૨૨ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો હતો. કરિશ્મા રામજી નામની આ યુવતીએ કરેલ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. 

         આ બનાવને પગલે મૃતક યુવતીના પરિવારજનો ઉત્તરપ્રદેશ થી કચ્છ આવવા રવાના થઈ ગયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:11 AM IST)