<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

જલારામ ધામ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે રજવાડી ઉંધિયુ અને બાસુંદીનુ વિતરણ કરાશે

જલારામ ધામ ખાતે શુધ્ધ ઘીના અડદીયા, બદામપાક, ગુંદરપાક, વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ પણ ચાલુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ ધામ દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલમાંથી બનેલ ઉંધિયાના વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ ધામના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે તેમજ ડ્રાઈફ્રુટથી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે.


ઉંધિયુ પ્રતિકીલો રૂ.ર00 ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.300 ના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ પ00 ગ્રામ પેકિંગમાં પણ ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૬ બુધવાર મકરસંક્રાંતિના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતેથી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ ધામ-અયોધ્યાપુરી રોડનો સંપર્ક ક૨વા સંસ્થા એ યાદીમા જણાવ્યુ છે.

મર્યાદીત જથ્થામાં જ ઉંધિયુ તેમજ બાસુંદીનું વિત૨ણ ક૨વાનું હોય વહેલી તકે બુકીંગ કરાવવુ આવશ્યક છે. શુધ્ધ ઘીના ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક તથા વિવિધ પ્રકારની ચીકી સહીતની વસ્તુઓ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. તેમ યાદીમાં જણાવાયું છે.

(1:09 AM IST)