<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

મોરબીની મેડિકલ કોલેજના ડીને નોકરીનો ઓર્ડર ન સ્વીકારતા યુવકે ફીનાઇલ ગટગટાવ્યું.

ખાનગી સિક્યુરિટી એજન્સીએ યુવકને સિક્યોરિટી સુપરવાઈઝર તરીકે નિમણૂક આપી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ખાનગી કંપનીમાંથી સિક્યોરિટી સુપરવાઈઝર તરીકે નિમણૂકપત્ર મેળવનાર યુવાનને કોલેજના ડીન અને અન્ય એક ડોક્ટરે યુવકનો ઓર્ડર ન સ્વીકારી નોકરી પર હાજર ન કરતા આ યુવકે મેડિકલ કોલેજના મેદાનમાં જ ફીનાઈલ ગટગટાવી લેતા દોડધામ થઈ પડી હતી.બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રોહિદાસપરામાં રહેતા વિનોદભાઈ કિશોરભાઈ પંચોલી (ઉ.વ.22 )  નામના યુવકને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં સિક્યોરિટી સુપરવાઈઝર તરીકે ખાનગી સિક્યોરિટી એજન્સી જી.ડી.અજમેરા કંપનીમાંથી નોકરીનો ઓર્ડર મળતા યુવક નોકરી પર હાજર થવા ગયો હતો.જો કે, કોલેજના ડીન ડો.સંજય વિકાણી અને અન્ય ડોકટર હિરેન સંઘાણીએ વિનોદભાઈનો ઓર્ડર સ્વીકારીને નોકરી પર ન રાખતા વિનોદભાઈને લાગી આવતા બહારથી ફીનાઇલ લાવી અડધી બોટલ ફીનાઇલ કોલેજના મેદાનમાં ગટગટાવી લેતા બનાવ અંગે પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.


 

(12:34 AM IST)