તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
મોરબી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ SP કચેરીની લીધી શૈક્ષણિક મુલાકાત
વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરે છે તથા જાહેર સુરક્ષા માટે તે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની સચોટ અને સરળ સમજ આપવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે ધો. 7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મોરબી એસપી કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ “નેત્રમ પ્રોજેક્ટ” અંગે વિસ્તૃત જાણકારી મેળવવાનો હતો. અને વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરે છે તથા જાહેર સુરક્ષા માટે તે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની સચોટ અને સરળ સમજ આપવામાં આવી હતી. અને નેત્રમ પ્રોજેક્ટ ઉપરાંત વિદ્યાર્થીઓએ એસપી કચેરીના અન્ય વિભાગોની પણ મુલાકાત લીધી હતી. જેમાં કંટ્રોલ રૂમ, ટ્રાફિક વિભાગ તથા કાયદો-વ્યવસ્થા સંભાળતા વિભાગોની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.
આ તકે એસપી મુકેશકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવેલ હતો અને ખાસ કરીને પ્રેરણાત્મક શૈલીમાં માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ બાળકો મારફતે તેમના માતા-પિતાને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટેનો મહત્વનો સંદેશ આપ્યો હતો. આ મુલાકાતના અંતે ઉમા વિદ્યા સંકુલના સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારાએ એસપી સહિત તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો આભાર આભાર વ્યક્ત કર્યો હતો.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
