News of Friday, 9th January 2026
નટેશ્વર મહાદેવ મંદિરે શિવપૂજન-આરતીનો લાભ લેતા રમેશભાઇ ટીલાળા

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા સોમનાથ સ્વાભિમાન પર્વ-૨૦૨૬ અંતર્ગત સોમનાથ મંદિર સહિત સમગ્ર રાજયમાં મોટા શીવ મંદિરો ખાતે સતત ૭૨ કલાક સુધી શીવ પૂજા, આરતી અને મંત્રોચ્ચારના ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત શહેરના પંચનાથ મહાદેવ મંદિર, ચમત્કારી હનુમાન મંદિર, લાખેશ્વર મહાદેવ મંદિર અને નટેશ્વર મહાદેવ મંદિર ખાતે ૭૨ કલાક સતત ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. જે અંતર્ગત ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, મહામંત્રી વિરેન્દ્રસિંહઝાલા સહિત સંગઠનના હોદ્દેદારોએઉપસ્થિતિમાં નટેશ્વર મહાદેવ મંદિર સમૂહ આરતી કરી, ભગવાન ભોળાનાથની ભકિતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શીવપૂજન અને સમૂહ આરતીના કાર્યક્રમમાંધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી વિરેન્દ્રસીંહ ઝાલાએ મહાઆરતી કરેલ આ મહાઆરતીના ઈન્ચાર્જ વોર્ડ નં.૧૪ ના પ્રભારી જીજ્ઞેશભાઈ જોષી, સહઈન્ચાર્જ વિજયભાઈ ટોળીયા સહિત કોર્પોરેટર નીતીન રામાણી, સુરેન્દ્રસીંહ વાળા, ભારતીબેન પરસાણા, રવજીભાઈ મકવાણા, વોર્ડ પ્રમુખ સંદિપ અંબાસણા, જયપાલભાઈ ચાવડા, મહામંત્રી દિપક પારેખ, નરસિંહભાઈ પટોળીયા, કિશાન મોરચા પ્રમુખ યોગેશ ભુવા, વોડ ર્પ્રભારી શૈલેષ હાપલીયા,જયંતીભાઈ હાપલીયા તેમજ શૈલેષ પંડયા, નારણભાઈ બોળીયા, નયનાબેન ગોહેલ, જયોતીબેન પંડયા, કીર્તીબેન કવૈયા, જગદીશ વાઘેલા, હસુભાઈ વૈષ્નવ, સુરેશભાઈ ડોડીયા, વિપુલ માખેલા, આશીષ ટાંક, મનોજ ચાવડા, સુરૂભા જાડેજા, નિલેશ રાઠોડ, વૈશાલી મહેતા, અવનીબેન બગડાઈ,જોસનાબેન હળવદીયા, અરૂણાબેન મગવાનીયા, દિપાબેન રાજા, શીતલબેન સોની સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
