તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 9th January 2026
જામગરમાં ટ્રાફિક શાખાએ સેફટી ગાર્ડ લગાવ્યા

જામનગરઃ મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે દર વર્ષે વાહન ચાલકોના પતંગની દોરીથી ગંભીર અકસ્માતના બનાવો બનવાની શકયતા રહે છે તેમજ ઘણા કિસ્સાઓમાં વાહન ચાલકનું મોત થવાની પણ સંભાવના હોય છે. જે અકસ્માતો નિવારવા પોલીસ અધીક્ષક રવિ મોહન સૈર્નીં દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોની સલામતી જળવાઈ રહે અને મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે વાહન ચાલકોમાં સલામતી બાબતે અવેરનેસ લાવવા અને પોલીસ અને પ્રજાજનો વચ્ચે એક વિશ્વાસનો સેતુ બંધાય તે બાબતે સૂચનાઓ આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાર્લાં સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગજ્જરની આગેવાનીમાં અંબર ચોકડી ખાતે પો.સબ. ઇન્સ. આર.સી.જાડેજા તથા પો.સબ. ઇન્સ. એ. એચ. ચોવટ એ રીતે બે ટીમો બનાવી સલામતીના ભાગ રૂપે ડ્રાઇવનું આયોજન કરી આશરે સંખ્યાબંધ ટુ વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા ત્યારની તસ્વીર. જામનગર ટ્રાફીક પોલીસ દ્વારા જામનગર શહેર વાસીઓને મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે પોતાની સલામતી જળવાઈ રહે તે માટે પોતાના વાહનોમાં સેફ્ટી ગાર્ડ ફરજીયાત લગાવવા અપીલ કરાઇ છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
