<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

એઠવાડ પીવડાવવા ગયેલા મંગુબેન ચોૈહાણને ગાયએ શીંગડેથી ઉલાળ્‍યા

જસદણના કાનપરનો બનાવઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૯: શેરીમાં ઘણીવાર ગાય, આખલા લોકોને ઢીંક મારી દેતાં હોય છે. દરમિયાન જસદણના કાનપર ગામે રહેતાં મંગુબેન ભગવાનભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૨) નામના મહિલાને ઘર નજીક ગાયએ શીંગડાથી ઉલાળીને પછાડી દેતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. બપોરે જમ્‍યા બાદ એંઠવાડ ભેગો થયો હોઇ તે પીવડાવવા માટે મંગુબેન ગયા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. ઇજાઓ સાથે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી.

(12:19 PM IST)